મોરબીના નવા સાદુળકાની કોલેજમાં ઉજવાયો વેલકમ મહોત્સવ

મોરબી : મોરબીના નવા સાદુળકા ખાતે આવેલી સર્વોપરી સાયન્સ કોલેજના તાજેતરમાં વેલકમ મહોત્સવ ઉજવાયો હતો જેમાં કોલેજના વિદ્યાર્થી – વિદ્યાર્થીનીઓએ રંગેચંગે ભાગ લીધો હતો.

વિદ્યાર્થીઓ પડેલી પ્રતિભાને જગાવવા તેમજ સુષુપ્ત કલાને પ્લેટફોર્મ પૂરું પાડવાની ઉમદા ભાવના સાથે મોરબીના નવા સાદુળકા ખાતે આવેલી સર્વોપરી સાયન્સ કોલેજ માં વેલકમ મહોત્સવ ઉજવાયો હતો જેમાં કોલેજના સ્ટુડન્ટસે ઉત્સાહભેર ભાગ લીધો હતો આ તકે શિક્ષણ ક્ષેત્રે તેમજ સ્પોર્ટ્સ ક્ષેત્રે જે વિદ્યાર્થીઓએ આગવી ઓળખ મેળવી હતી તેવા તમામન શિલ્ડ એનાયત કરાયા હતા.

સર્વોપરી સાયન્સ કોલેજમાં યોજાયોલ વેલકમ ફંકશનમાં કોલેજના મેનેજિંગ ડાયરેક્ટર દિલીપભાઈ ગઢીયા, પ્રિન્સિપાલ કેતનભાઈ સંઘાણી, ટ્રસ્ટીઓમાં અશોકભાઈ કાંજીયા, રાજેશભાઇ વડગાસીયા, મયુરભાઈ, ઉત્તમભાઈ, પ્રો.ડો અતુલભાઈ માકાસણા, પ્રો.ડો.અતુલભાઈ વામજા તેમજ સ્ટાફ મિત્રો હાજર રહી વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કર્યા હતા.