સિરામિક ઉદ્યોગને MGO એગ્રીમેન્ટમાં રાહતની ખાતરી આપતું ગુજરાત ગેસ

- text


મોરબી અપડેટનો અહેવાલમાં સંપૂર્ણ પણે સાચો ઠર્યો

મોરબી : ટ્રક હડતાળને પગલે મોરબીના સિરામિક એકમોમાં શટ ડાઉન કરવી પડે તેવી સ્થિતિ વચ્ચે ગુજરાત ગેસ દ્વારા અપાતા ગેસમાં MGO એગ્રીમેન્ટમાં રાહત આપવા સિરામિક એસોસિએશન દ્વારા કરવામાં આવેલી માંગણી ગુજરાત ગેસે સ્વીકારી છે અને યોગ્ય રાહત આપવાની ખાતરી આપવામાં આવી છે, નોંધનીય છે કે આજે સવારે મોરબી અપડેટ પોતાના અહેવાલમાં સાંજ સુંધીમાં ગુજરાત ગેસ રાહત આપશે તેવું જણાવ્યું હતું અને જન્માષ્ટમી તહેવારમાં MGO માં રાહત આપવામાં આવનાર હોય હાલ સંપૂર્ણ રાહત નહિ મળે તેવું સ્પષ્ટ જણાવાયું હતું જે મુજબ જ ગુજરાત ગેસ દ્વારા ખાતરી આપવામાં આવી છે.

- text

મોરબી સિરામિક એસોસિએશનની રજૂઆતને પગેલ ગુજરાત ગેસ કંપનીના ચીફ એકઝયુકેટિવ નીતિન પાટીલે સતાવાર પત્ર પાઠવી સિરામિક ઉદ્યોગને જણાવ્યું છે કે ૨૪-૭ થી હડતાલ સમાપ્ત થાય તે સમયગાળામાં MGO ની ટકાવારીમાં યોગ્ય રાહત કરી આપવમાં આવશે.

આમ, સિરામિક ઉદ્યોગની રજુઆત બાદ ગુજરાત ગેસ કંપનીએ હકારાત્મક પગલું લેતા ઉદ્યોગકારોમાં રાહતની લાગણી પ્રસરી છે.

- text