વાંકાનેરના રાતીદેવડીથી ગુમ થયેલ યુવતી મળી : રાજસ્થાનમાં લગ્ન કરી લીધા

રાજસ્થાનના યુવાન સાથે લગ્ન કરવા ઘર છોડ્યાનો ખુલાસો

વાંકાનેર : વાંકાનેર તાલુકાના રાતીદેવડી ગામેથી આશરે નવેક માસ પૂર્વે ગુમ થયેલી યુવતી આજે મળી આવતા વાંકાનેર પોલીસે નિવેદન લઈ કાયદાકીય વિધિ પૂર્ણ કરી હતી, આ યુવતીએ પોતાને રાજસ્થાની યુવક સાથે પ્રેમ થઇ જતા લગ્ન કરવા ઘર છોડ્યાની કબૂલાત આપી હતી.

જાણવા મળ્યા મુજબ વાંકાનેરના રાતીદેવડી ગામે રહેતા નવીનભાઈ ખેંગરભાઈ વોરાની પુત્રી ગીતાબેન તા. ૧૦-૧૧-૨૦૧૭ ના ગમ થઈ જતા નવીનભાઈએ વાંકાનેર પોલીસમાં ગુમસુધા નોંધ લખાવી હતી.