મોરબીમાં રવિવારી બજારનું કેસરબાગ પાસે સ્થળાંતર

- text


પુલ નીચે કોઝવેનું કામ શરૂ થતાં ગરીબો માટેની બીગબજાર કેસરબાગ નજીક ભરાવાનું શરૂ

મોરબી : ગરીબોની બિગ બજાર ગણાતી મોરબીની રવિવારી બજારને કેસરબાગ નજીક સ્થળાંતર કરાતા મેળા જેવા માહોલમાં ગરીબ, મધ્યમવર્ગના લોકો ભારે ઉત્સાહથી નાની – મોટી ખરીદીનો લાભ લઈ રહ્યા છે.

વર્ષો પૂર્વે મોરબીના ગેસ્ટહાઉસ રોડ પર શરૂ થયેલી રવિવારી બજારને ટ્રાફિક સહિતના કારણોને લઈ મયૂરપુલ નીચે ખસેડવામાં આવી હતી, પરંતુ તાજેતરમાં મયુર પુલ નીચે કોઝવેનું કામ શરૂ થતાં આ રવિવારી બજારને એલ.ઇ.કોલેજ રોડ પર કેસરબાગ નજીક સ્થળાંતર કરવામાં આવી છે.

- text

ગરીબો માટે બિગ બજાર ગણાતી રવિવારી બજારમાં નાની – નાની ઘરવખરીની ચીજવસ્તુઓથી લઈ કપડાં, પ્લાસ્ટિક આઈટમ, ઈલેક્ટ્રોનિકસ આઇટમો અને અનેક ચીજો સસ્તાદરે મળતી હોય લોકો રીતસર આ બજારમાં ખરીદીનો આનંદ મેળવતા હોય છે.

જો કે મયુર પુલ નીચે ભરાતી રવિવારી બજારની તુલનાએ કેસરબાગ નજીક વિશાળ જગ્યાને કારણે ટ્રાફિક પ્રશ્ન પણ સર્જતો ન હોય લોકો મેળાની જેમ રવિવારી બજારમાં ઉમટી રહ્યા છે.

- text