મોરબીની પીજી પટેલ કોલેજમાં યોજાઈ મોટીવેશનલ ટોક

ડીસીઝન ડીસાઈડ ડેસ્ટીની વિષય પર દિગન્ત ભટ્ટે કરી છણાવટ

મોરબી : મોરબીની પીજી પટેલ કોલેજમાં ડિસીઝન ડીસાઈડ ડેસ્ટીની વિષય પર મોટીવેશનલ ટોક યોજાઈ હતી. જેમાં મુખ્ય વકતા તરીકે મેનેજમેન્ટ ગુરુ ગણાતા દિગન્ત ભટ્ટની ખાસ ઉપસ્થિત રહી હતી.

આ કાર્યક્રમમાં કોલેજના ટ્રસ્ટી દેવકરણભાઈ તેમજ આચાર્ય ડો. રવીન્દ્રભાઈની પણ પ્રેરક ઉપસ્થિતિ રહી હતી. સેમિનારમાં પોઝિટિવ થીંકીંગ, સાચા અને સમયસર લીધેલા નિર્ણયો કેવી રીતે જીવન બદલી શકે છે? વગેરે જેવા સાંપ્રત અને વિદ્યાર્થી કાળમાં ખૂબ મહત્વ ધરાવતા મુદાઓની વિશેષ અને સરળ શૈલીમાં છણાવટ દિગન્ત ભટ્ટે કરી હતી.

આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં વિધાર્થીઓ જોડાયા હતા. સાહિત્ય રસિક ઘનશ્યામભાઈ ડાંગર, યોગેશભાઈ પંડ્યા, દિનેશભાઇ, પીયૂષભાઈ સહિતનાની હાજરી રહી હતી. કાર્યક્રમને સફળ બનાવવા માટે ડો. રવિન્દ્ર ભટ્ટ અને સમગ્ર સ્ટાફે જહેમત ઉઠાવી હતી.