વાંકાનેર : બાર એસો.ના પ્રમુખ પર પોલીસે જુગારનો ખોટો કેસ કર્યો હોવાની રજૂઆત સાથે વકીલો હડતાલ પર

- text


બાર એસો. પ્રમુખ પર સીટી પીએસઆઇ દ્વારા ખોટી રીતે જુગરધારાનો કેસ દાખલ કરાયો હોવાના આક્ષેપ સાથે વિરોધ પ્રદર્શન

વાંકાનેર : વાંકાનેર બાર એસો.ના પ્રમુખ અને તેના મિત્રો પર થયેલો જુગારધારા મુજબનો કેસ સીટી પીએસઆઈએ ઉપજાવી કાઢેલ હોય અને સામાજિક પ્રતિષ્ઠાને હાની પહોંચાડવા માટે ખોટી રીતે કેસ દાખલ કરવામાં આવ્યો હોવાના આક્ષેપ સાથે આજથી વાંકાનેર બાર એસો. કોર્ટ કાર્યવાહીથી અલિપ્ત રહ્યા હતા. આવતીકાલ પણ વકીલો કોર્ટ કાર્યવાહીથી અલિપ્ત રહીને આ મુદ્દે વિરોધ દર્શાવશે.

વાંકાનેર સીટી પોલીસ સ્ટેશનના પી. એસ. આઈ. એમ જે ધાધલ અને સ્ટાફ દ્વારા તા. ૨૨ એપ્રિલ ૨૦૧૮ના વાંકાનેરના દિવાનપરા રોડ ઉપર આવેલ મકાનમાં તીન પત્તી જુગાર રમતા હોવાનો કેસ કરી રૂપિયા ૧૮૧૦૦ નો મુદ્દામાલ ઝડપી પાડેલ હતો અને આરોપીઓ પર વાંકાનેર સીટી પોલીસ સ્ટેશનમાં સેકન્ડ ગુના ર.નં. ૩૨૧૪/૧૮ જુગારધારા કલમ ૪-૫ મુજબ કાર્યવાહી કરી હતી.

ઉપર મુજબના ગુનાના આરોપી તરીકે વાંકાનેર બાર એસો. ના પ્રમુખ સુનીલ એમ. મહેતા એડવોકેટ અને નોટરી અને એની સાથે રહેલ ચિરાગ જોબનપુત્રા, ચેતન રાઠોડ, શૈલેષ મહેતા અને મનોહરસિંહ ઝાલા વગેરે પર કેસ કરેલ પરંતુ આરોપીના કહેવા મુજબ રવિવારે રજા હોવાથી શનિવારની રાત્રિના બધા મિત્રો મળી ચિરાગભાઈ ના ઘેર રમી ની રમત રમી રહ્યા હતા તે દરમિયાન વાંકાનેર સીટી પોલીસના પીએસઆઇ અને સ્ટાફ દ્વારા ગેરકાયદેસર ઘરમાં પ્રવેશ કર્યો હતો. રમી ની રમત રમતા હોવા છતાં ખોટી રીતે પોતાની સત્તાનો દુરુપયોગ કરી તીનપત્તીનો જુગાર રમતા હોવાનો ખોટો કેસ ઊભો કરી ખોટું પંચનામું કરી અને અંગઝડતી કરી ખીચા માં રહેલ પર્સ કાઢી તેમાં રહેલ રકમ કબજે કરી જુગારની રકમ બતાવી ખોટો કેસ કરી સામાજિક પ્રતિષ્ઠાને હાનિ પહોંચાડી છે.

- text

જે સંદર્ભે વાંકાનેર સિટી પી. આઈ., મોરબી એસ.પી. અને ગૃહરાજ્યમંત્રીને આ ગેરકાયદેસર જુગારધારાની કલમ નો ખોટો કેસ કરેલ હોય તે અંગે રજૂઆત કરી આ ખોટા ગુનામાં ફસાવવામાં આવ્યા હોય એફ.આર.આઈ. રદ કરવા અને આ ગેરકાયદેસર પંચનામા અને ખોટા કેસ કરી ગામમાં પોલીસનો ખોટો હાઉ ઊભો કરી પોતાની સત્તાનો દુરુપયોગ કરનાર પોલીસની ટીમ વિરુદ્ધ પગલા લેવા અરજી કરવામાં આવી છે.

આ બાબતની જાણ વાંકાનેર બાર એસોસિએશન ને થતા આજે તાત્કાલિક વાંકાનેર સિવિલ કોર્ટ ખાતે વાંકાનેર બાર એસોસિએશનની મીટીંગ બોલાવી આવા ખોટા કેસ બતાવી પોલીસની કામગીરી શંકાસ્પદ રહેલ હોય વાંકાનેર બાર એસોસિયેશન પોલીસ કાર્યવાહીનો સખત વિરોધ કરેલ છે અને કોર્ટ કાર્યવાહીથી બે દિવસ તા. ૨૩ અને ૨૪ ના રોજ અલિપ્ત રહી વિરોધ દર્શાવેલ છે.

- text