વાંકાનેરના તરકીયામાં રાજકોટના બે યુવાનોની ધોલાઈ

વાંકાનેર : વાંકાનેર તાલુકાના તરકિયા ગામે રાજકોટના બે યુવાનોની કોઈ અજાણ્યા શખ્સોએ ધોલાઈ કરી નાખતા સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલ ખસેડાયેલ છે, જો કે રાજકોટના બન્ને યુવાનો તરકિયા શા માટે ગયા હતા ? અને શા માટે માર મરાયો તે અંગે અનેક તર્ક વિતર્ક ઉઠ્યા છે.

ઘટના અંગે જાણવા મળતી વિગતો મુજબ વાંકાનેરના તરકિયા ગામે ગઈકાલે રાજકોટના જંગલેશ્વર આવાસ યોજનામાં રહેતા મયુર ભુપત વિરડા અને ગોકુલ રોડ ઉપર એટલાન્ટિક હાઇટ્સમાં રહેતા કેવલ બિપિન ઠક્કર નામના યુવાનોને અજાણ્યા માણસોએ ધોકા વડે માર મારતા ઇજાઓ પહોંચી હતી.

બાદમાં તરકિયા ગામના સરપંચે બન્ને યુવાનોને સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલે ખસેડયા હતા, જો કે રાજકોટના યુવાનો શા માટે તરકિયા ગયા હતા અને શા માટે અજાણ્યા હુમલાખોરોએ માર માર્યો તે અંગે અનેક તર્ક વિતર્ક ઉઠ્યા છે.