ખો ખો અને કબડ્ડી મેદાન મારતી ટંકારાની ઓમ વિદ્યાલય

- text


તાલુકા કક્ષાએ અવ્વલ નંબરે આવ્યા બાદ હવે વિદ્યાર્થીઓ જિલ્લા કક્ષાએ જોર અજમાવશે

ટંકારા : ખો ખો અને કબડ્ડી સ્પર્ધામાં અંડર ૧૯ માં ટંકારાની સ્કૂલે તાલુકા કક્ષાએ મેદાન માર્યા બાદ હવે જિલ્લા કક્ષાએ દબદબો જાળવી રાખવા ટીમ મક્કમ બની છે.

ટંકારા તાલુકા કક્ષાની અંદર ૧૯ વિભાગની રમત સ્પર્ધા યોજાઇ હતી જેમાં ઓમ વિધાલય કાઠું કાઢ્યું હોય તેમ ખોખો માં આર્ય વિદ્યાલયની સામેની ફાઇનલ રમવા મેદાને ઉતરી હતી જેમા ઓમ વિદ્યાલયએ વિજય મેળવ્યો હતો, જ્યારે કબડીમાં એમપી દોશી વિદ્યાલય ને હરાવી નંબર વન નો તાજ હાસિલ કર્યો હતો.

- text

આ તકે શાળામાં સ્પોર્ટસ કોચ રાજદીપ છૈયા તમામ વિદ્યાર્થીઓને માર્ગદર્શન પુરૂ પાડ્યું હતું હવે આ ટીમ જિલ્લા કક્ષાએ રમતમાં ભાગ લઈ તેનું જોર અજમાવશે.

 

- text