હળવદ તાલુકા કક્ષાની કલા મહાકુંભ સ્પર્ધા યોજાઈ

- text


જુદાજુદા ક્ષેત્રોમાંથી ૬ વર્ષથી પ૯ વર્ષના ૯પ૦ સ્પર્ધકોએ ભાગ લઇ પોતાની કલા પીરસી

રમત- ગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ વિભાગ તેમજ કમીશ્નરશ્રી યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ, ગાંધીનગરના ઉપક્રમે જિલ્લા રમત – ગમત કચેરીના ઉપક્રમે હળવદ તાલુકા કક્ષાનો કલા મહાકુંભ સ્પર્ધા ર૦૧૮નું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં અલગ અલગ ક્ષેત્રમાંથી બાળકોથી માંડી વૃધ્ધોએ પોતાની કલા પીરસીને કલા રસીકોને મંત્ર મુગ્ધ કર્યા હતા. જેમાંથી વિજેતા થનારને જિલ્લા કક્ષાએ પસંદગી પામશે.
હળવદ બ્રાહ્મણની ભોજન શાળા ખાતે તાલુકા કક્ષાનો કલા મહાકુંભનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં સુગમ સંગીત, ભજન, લોકગીત, ભરત નાટ્યમ, રાસ-ગરબા, લોક નૃત્ય, એક પાત્ર અભિનય, તબલા વાદન, હારમોનિયમ વાદક સહિતની સ્પર્ધામાં તાલુકા તેમજ શહેરના અલગ અલગ સ્પર્ધકોએ ભાગ લીધો હતો. તાલુકા કક્ષા મહાકુંભ સ્પર્ધામાં વિજેતા થનાર સ્પર્ધકો જિલ્લાકક્ષાએ પોતાની કલા પીરસશે. આ સ્પર્ધાનું આયોજન વરમોરા હિતેશ (તાલુકા રમત – ગમત કન્વીનર), પ્રીતેશ દવે (તાલુકા સંગીત કન્વીનકર), ગજેન્દ્ર મોરડીયા (રોટરી કલબ સેક્રેટરી) જેના મહેમાનો જયમંત દવે, ઘનશ્યામભાઈ દવે, મહેશભાઈ પટેલ અને આ સ્પર્ધાના નિર્ણાયક મેહુલ ગઢવી, સોનલ ઠાકોર, સુરેશ ઠાકોર, જિજ્ઞેશ રામાનુજ, મેહુલ રામાનુજ, હિતેશ સચાણીયા, નેહલ ટાંક, વિમલ પટેલ, ગોપાલ અગ્રાવત, વિક્રમ રંગાડીયા, મનીષ બારોટ, મહેન્દ્ર પંચાલ સહિતના ઉપÂસ્તથ રહી નિર્ણાયક ભૂમિકા ભજવી હતી.ક ભૂમિકા ભજવી હતી.

- text

- text