મોમીન સમાજનું ગૌરવ: પીપળીયા રાજના એચ.જે.શેરસિયા પી.એચ.ડી.થયા

- text


વાંકાનેર : વાંકાનેર તાલુકાના પીપળીયા રાજ ગામના વતની હુસેન જીવાભાઈ શેરસિયાએ લખેલ થિસીસ ગુજરાત વિદ્યાપીઠે મા ન્ય રાખીને તેઓને પી.એચ.ડી.ની પદવી અર્પણ કરેલ છે.

એચ જે શેરસિયા શારીરિક શિક્ષણ અને રમત ગમત વિજ્ઞાન વિધાશાખાના, સાદરાના વિધાર્થી છે. તેઓએ પ્રભુલાલ મો.કાસુન્દ્રાના માર્ગદર્શન હેઠળ તૈયાર કરેલ “ગુજરાત રાજ્યની માધ્યમિક શાળાઓમાં અભ્યાસ કરતા રમતવીરોની સિદ્ધિ પ્રેરણાનો કેટલાક ચલોના સંદર્ભમાં અભ્યાસ” વિષય પર શોધનિબંધને ગુજરાત વિદ્યાપીઠે માન્યતા આપીને પી.એચ.ડી.ની પદવી આપી છે.

એચ.જે.શેરસીયાનું ગુજરાત રાજ્ય શારીરીક શિક્ષણ ક્ષેત્રે તેમનું નોંધ પાત્ર યોગદાન રહ્યું છે. ગુજરાત રાજ્ય શાળા પાઠય પુસ્તકમાં તેઓએ ધોરણ 9 અને ધોરણ 10માં “યોગ , સ્વાસ્થ્ય અને શારીરિક શિક્ષણ” લેખક તરીકે તેમજ ધોરણ 11 અને 12માં પરામર્શન તરીકે કામગીરી બજાવેલ છે. આ ઉપરાંત તેમણે CPF, DPF, BPFના પાઠય પુસ્તકમાં પણ લેખક અને પરામર્શન તરીકેની ભૂમિકા ભજવી છે. તેઓના “મેદાનની રમતો” અને માર્ગીય રમતી” આવા બે પુસ્તકો પણ પ્રસિદ્ધ થયા છે.

- text

એચ.જે.શેરસિયા પાસે ડિગ્રીનો મોટો પોટફોલ્યો છે , તેઓ Ph.D. ઉપરાંત B.A., B.Lib. , B.ed. , D.P.ed. ,M.A. , M.P.ed. , M.ed. , M.Phil. ની શૈક્ષણીક ડીગ્રી ધરાવે છે. હાલ તેવો શેેેઠશ્રી આઈ.એમ પટેલ કોલેજ ઓફ એજ્યુકેેેશન, વિજાપુર ખાતે અધ્યાપક તરીકે સેવા બજાવે છે. એચ.જે.શેરસિયાએ પી.એચ.ડી.ની ડીગ્રી મેળવીને મોમીન સમાજ, પીપળીયા રાજ ગામનું અને સમગ્ર વાંકાનેર તાલુકાનું ગૌરવ વધારેલ છે.

 

- text