વાંકાનેરમાં યુવકનો ગળાફાંસો ખાઈ આપઘાત

વાંકાનેર : વાંકાનેરમાં યુવકે ગળાફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું હોવાનો બનાવ સામે આવ્યો છે. આ મામલે પોલીસે નોંધ કરી આપઘાત પાછળનું કારણ શોધવા માટે તપાસ આદરી છે.

પ્રાપ્ત થતી વિગત મુજબ વાંકાનેરના લક્ષ્મીપરા શેરી નં. ૩માં રહેતા યાસીનભાઈ યુસુફભાઈ બ્લોચ ઉ.વ. ૩૭એ કોઈ કારણોસર ગળાફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. આ મામલે પોલીસે નોંધ કરીને યુવકના આપઘાત પાછળનું કારણ શોધવા તપાસ આદરી છે.