મોરબીને મહાનગરનો દરજ્જો આપવા વિચારણા : મ્યુનિસિપલ ફાયનાન્સ બોર્ડ દ્વારા રિપોર્ટ મંગાવાયો

- text


મોરબી : રાજ્ય સરકારગુજરાત મ્યુનિસિપલ ફાયનાન્સ બોર્ડ દ્વારા રિપોર્ટ મંગાવાયો દ્વારા મોરબી સહિત જુદી – જુદી નવ નગરપાલિકાને મહાનગર પાલિકાનો દરજ્જો આપવા કાર્યવાહી શરૂ કરી છે કે અંતર્ગત ઉપરોક્ત તમામ નગરપાલિકાઓ પાસેથી રિપોર્ટ મંગાવવામાં આવ્યો છે.

જાણવા મળ્યા મુજબ મ્યુનિસિપલ ફાયનાન્સ બોર્ડ ગાંધીનગર દ્વારા રાજ્યમાં મોરબી, આણંદ, સુરેન્દ્રનગર – દુધરેજ, વઢવાણ, નડિયાદ, મહેસાણા, નવસારી અને વિજલપોર નગર પાલિકાને મહાનગર પાલિકાનો દરજ્જો આપવા કાર્યવાહી શરૂ કરી છે.

વધુમાં રાજ્ય સરકાર દ્વારા નગરપાલિકાઓ પાલિકાનો દરજ્જો આપવા સંદર્ભે મોરબી નગરપાલિકા પાસેથી છેલ્લા ત્રણ વર્ષની નાણાકીય આવક, છેલ્લા ત્રણ વર્ષના વાર્ષિક ખર્ચ, નગરપાલિકાનો મંજુર થયેલી જગ્યા, મંજુર થયેલ જગ્યા પૈકી ભરાયેલી જગ્યા, છેલ્લા ત્રણ વર્ષના પગાર ભથ્થા અંગેના ખર્ચના હિસાબો, નગરપાલિકાનું સ્વભંડોળ, મ્યુનિસિપલ ફાયનાન્સ બોર્ડ તરફથી મળતું ભંડોળ, અને મહેકમ ખર્ચની ટકાવારીનો અહેવાલ માંગવામાં આવ્યો છે.

- text

વધુમાં મ્યુનિસિપલ ફાયનાન્સ બોર્ડ દ્વારા ઝડપી કામગીરી કરી ઉપરોક્ત બાબતોની માહિતી દિવસ પાંચમા પૂરી પાડવા નગરપાલિકાઓ જણાવાયું છે, આ સંજોગોમાં લોકસભા ચૂંટણી પૂર્વે સરકાર દ્વારા મોરબીના લોકો માટે વધુ વિશેષ સુવિધા આપી પ્રવર્તમાન નગરપાલિકાના સાશનમાં ન મળતી સુવિધાઓ મહાનગરપાલિકાના સાશનમાં મળતી થાય તેવી તૈયારી શરૂ કરી હોવાના સંકેતો મળી રહ્યા છે.

- text