ના. મુખ્યમંત્રીની મુલાકાત લેતા અમૃતિયા : સિંચાઈ માટે નર્મદાનું પાણી આપવાની ધારદાર રજુઆત

- text


મોરબી : પૂર્વ ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયાએ નર્મદા વિભાગનો હવાલો સાંભળતા નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલ તથા નર્મદા-જળ સંપત્તિ વિભાગના અગ્રસચિવ એસ.એસ.રાઠોડની મુલાકાત લઈ નર્મદા કેનાલની મોરબી તથા માળીયા બ્રાન્ચ કેનાલમાંથી પાણી છોડવા ધારદાર રજુઆત કરી હતી.

ચાલુ વર્ષે પૂરતો વરસાદ થશે તેવી આગાહીઓ અને પૂર્વાનુમાન વચ્ચે સમગ્ર ગુજરાતના ખૂબ મોટા વિસ્તારમાં અતિવૃષ્ટિ થયેલ છે પરંતુ મોરબી જિલ્લા તથા મોરબીના પાડોશી જિલ્લાઓમાં જોઈએ તેવો વરસાદ પડ્યો નથી જેને કારણે આ વિસ્તારનો જગતનો તાત ખૂબ જ ચિંતિત છે. વાવેતર નિષ્ફળ જઇ રહ્યું છે અને ચિંતાગ્રસ્ત આકાશ સામે મીટ માંડીને બેઠો છે.

- text

આ સંજોગો અને પરિસ્થિતિનો શ્રેષ્ઠ વિકલ્પ એ છે કે નર્મદા કેનાલની મોરબી બ્રાન્ચ તથા માળીયા બ્રાન્ચમાંથી પાણી છોડી તે પાણી ખેડૂતોને પાણી આપવું જોઈએ.આ માટે પૂર્વ ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયાએ નર્મદા વિભાગનો હવાલો સાંભળતા નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલ તથા નર્મદા-જળ સંપત્તિ વિભાગના અગ્રસચિવ એસ.એસ.રાઠોડની મુલાકાત કરી અને આ વિસ્તારની વ્યથા-તકલીફ જણાવી હતી અને નર્મદા કેનાલની મોરબી તથા માળીયા બ્રાન્ચ કેનાલમાંથી પાણી છોડવા ધારદાર રજુઆત કરી હતી.

- text