નીચી માંડલ નજીક પેટ્રોલ પંપમાં લૂંટ ચલાવનાર બે શખ્સો પકડાયા

- text


ચાર શખ્સો દ્વારા ચલાવવામાં આવેલી લૂંટના કેસને પોલીસે માત્ર ગણતરીની કલાકમાં ઉકેલ્યો

મોરબી : મોરબી નજીક નીચી માંડલ પાસે આવેલ એક પેટ્રોલ પમ્પને નિશાન બનાવી લૂંટ કરનાર ચાર શખ્સો પૈકી બે શખ્સોને પોલીસે મોરબી નજીક માળીયા ફાટક પાસેથી પકડી પાડ્યા છે. જ્યારે અન્ય બે શખ્સોની શોધખોળ ચાલી રહી છે.

પ્રાપ્ત વિગતો મુજબ મોરબીના નીચી માંડલ ગામ નજીક આવેલ શક્તિ વંદના પેટ્રોલ પંપમાં મધ્યરાત્રીના પૈસા આપવાની માંગણી કરી કર્મચારીને ફટકારી ટેબ્લેટની લૂંટ ચલાવનાર ધર્મેન્દ્રસિંહ ઉર્ફે ભાણુભા રહે. વઢવાણ, નિર્મળ મુળુભાઈ કાનગડ રહે. જસાપર, અયુબ ઉમરભાઈ સામાતાણી રહે. માળીયા અને ફારૂક હબીબભાઈ જામ રહે. માળીયાને પકડી પાડવા માટે પોલીસે શોધખોળ ચલાવી હતી.

- text

ત્યારે મોરબી તાલુકા પોલીસે ચાર પૈકીના બે આરોપી અયુબ સામાતણી અને ફારૂક હબીબભાઈ જામને મોરબીની માળીયા ફાટક નજીકથી પકડી પાડ્યા છે. બન્ને આરોપીની ધરપકડ કરી ધોરણસરની કાર્યવાહી કરી અન્ય બે આરોપીની શોધખોળ હાથ ધરવામાં આવી છે.

- text