મોરબીના સેવાભાવીએ પ્રજ્ઞાચક્ષુ પુનર્વસન કેન્દ્રના અંધજનોને કરાવ્યો પ્રવાસ

- text


અંધજનોએ સુંદરિભવાની, તરણેતર, ઝરીયા મહાદેવ, સૂરજ દેવળ, ચોટીલા અને જડેશ્વર મહાદેવના દર્શનનો લાભ લીધો

મોરબી : મોરબીના સેવાભાવિ અગ્રણીએ પ્રજ્ઞાચક્ષુ પુનર્વસન કેન્દ્રના અંધ ભાઈ બહેનોને ધાર્મિક સ્થળોનો પ્રવાસ કરાવ્યો હતો. સાથે તમામ પ્રજ્ઞા ચક્ષુ ભાઈ બહેનો માટે નાસ્તા અને ભોજનની વ્યવસ્થા કરી તેઓની વિશેષ કાળજી રાખવામાં આવી હતી.

મોરબીમાં કેકે ટ્રાવેલ્સના માલિક પ્રદીપભાઈએ લક્ષ્મીનગરમાં આવેલ પ્રજ્ઞાચક્ષુ પુનર્વસન સેવા કેન્દ્રના અંધ ભાઈ બહેનોને એકદિવસીય પ્રવાસ કરાવ્યો હતો. જેમાં અંધ ભાઈ બહેનોને સુંદરિભવાની, તરણેતર, થાનગઢ, ઝરીયા મહાદેવ, સૂરજ દેવળ, ચોટીલા અને જડેશ્વર મહાદેવના દર્શન કરાવવામાં આવ્યા હતા.

- text

પ્રદીપભાઈ અને તેના સ્ટાફ દ્વારા અંધ ભાઈ બહેનોને કોઈ અગવડતા ન પડે તેની ખાસ કાળજી રાખવામાં આવી હતી. અંધ ભાઈ બહેનોને સવારે સુંદરિભવાનીમાં નાસ્તો, થાનગઢમાં બપોરનું ભોજન, ચોટીલાના દર્શન બાદ કોલ્ડડ્રિંક્સ અને જડેશ્વર મહાદેવના દર્શન બાદ સંધ્યા ભોજન કરાવવામાં આવ્યું હતું. સવારે ૬:૨૦ વાગ્યાથી શરૂ થયેલો પ્રવાસ રાત્રે ૯:૪૫એ પૂર્ણ થયો હતો. દિવસ દરમિયાન તમામ અંધ ભાઈ બહેનોએ ખૂબ આનંદ માણ્યો હતો. આ તકે નવયુગ વિદ્યાલયના સુપ્રીમો પી.ડી.કાંજીયા સાહેબ સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.

- text