હળવદ : માત્ર બે વર્ષમાં મોડલ સ્કુલની બિલ્ડીંગના બારી-બારણાં તૂટી પડયા

- text


કોન્ટ્રાકટર દ્વારા સેનિટેશનના કામમાં કરાયો લોટ, પાણી અને લાકડા : શાળાના આચાર્ય દ્વારા આરએન્ડબી વિભાગ સહિત જિલ્લા કલેકટરને કરી રજૂઆત

હળવદ : હળવદ-ધ્રાંગધ્રા રોડ પર આવેલ મોડલ સ્કુલમાં માત્ર દોઢ વર્ષમાં તમામ બારી-બારણાની હાલત બદતર થઈ જવાથી શાળાના વિદ્યાર્થીઓ ભયના ઓથાળ તળે અભ્યાસ કરી રહ્યા છે. ત્યારે કેન્દ્ર સરકાર સંચાલિત મોડલ સ્કુલમાં બારી-બારણા તૂટી ગયા હોવાની રજૂઆત શાળાના આચાર્યએ આરએન્ડબીના એસઓને કરી હોવા છતાં કોઈ નક્કર કાર્યવાહી કરવામાં ન આવતા વિદ્યાર્થીઓ પર ગમે ત્યારે તુટેલા બારીબારણા પડે તેવી હાલતમાં છે. આ બાબતે વહેલી તકે જવાબદાર અધિકારીઓ દ્વારા શાળાનું સેનિટેશનનું કામ કરેલ કોન્ટ્રાકટર સામે યોગ્ય પગલા લઈ બારી-બારણાનું નવિનીકરણ કરાય તેવી રજૂઆત કરાઈ છે.

- text

ધ્રાંગધ્રા હાઈવે પર આવેલ હળવદ માર્કેટીંગ યાર્ડ સામે કેન્દ્ર સરકાર સંચાલિત મોડલ સ્કુલમાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યા છે. જે બિલ્ડીંગ હજુ બે વર્ષ પહેલા જ નવી બનાવામાં આવી હતી પરંતુ કટકીબાજ અને ભ્રષ્ટાચાર આચરનાર કોન્ટ્રાકટર દ્વારા બિલ્ડીંગમાં લગાવેલ તમામ બારી-બારણા સહિત સેનિટેશનના કામમાં મોટા પાયે ગેરરીતિ આચરી લોટ, પાણી અને લાકડા કર્યા હોવાનું સામે આવતા આવા કોન્ટ્રાકટરોને બ્લેક લીસ્ટ કરવાનો સૂર ઉઠવા પામ્યો છે. ત્યારે આ બિલ્ડીંગમાં સેનિટેશનના કામમાં થયેલ ગેરરીતિ મામલે આચાર્ય દ્વારા જિલ્લા કલેકટર અને આરએન્ડબીને રજૂઆત કરાઈ હતી. જેને પગલે આરએન્ડબી ટીમના એસઓ સહિત ટીમ દ્વારા મોડલ સ્કુલ ખાતે દોડી આવ્યા તે દરમિયાન તૂટી ગયેલ બારી-બારણા સહિત થયેલ સેનિટેશનના કામથી વાકેફ કરાયા હતા પરંતુ આજદિન સુધી આરએન્ડબી વિભાગ દ્વારા કોઈ નક્કર કાર્યવાહી ન કરાતા હાલત જૈસે થેની પરિÂસ્થતિમાં છે. ત્યારે હાલ ચોમાસાની સીઝનમાં ફુંકાતા પવન અને વરસાદને કારણે બિલ્ડીંગના તૂટી ગયેલા બારી-બારણા ગમે ત્યારે અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ પર આવી પડે તો તો જવાબદારી કોની ??

- text