હળવદ : રિચ ટુ ટીચ શિક્ષણ કેન્દ્ર અને રીચ ટુ ટીચ લંડન દ્વારા બાળકોને બચત કરવાનો સંદેશ અપાયો

- text


સરંભડા, ટીકર અને નવા માલણીયાદ પ્રા. શાળાના બાળકોને ગલ્લાનુ વિતરણ

હળવદ : પર્યાવરણ શિક્ષણ અને રિચ ટુ ટીચ શિક્ષણ કેન્દ્ર – હળવદ અને રીચ ટુ ટીચ લંડન દ્વારા જુદા જુદા બાળકોને તેમજ લોક ઉપયોગી કાર્યક્રમ કરવામાં આવે છે. ત્યારે આજે સરંભડા, ટીકર તથા નવા માલણીયાદ પ્રાથમિક શાળામા અભ્યાસ કરતાં બાળકોને બચત ભવિષ્યમાં કામ આવે તેવી સમજણથી ધોરણ ૧થી-૮ના બાળકોને ડોરા કીટુ બેંકનુ વિતરણ કરવામાં આવ્યું હતું.જેમાં પર્યાવરણ શિક્ષણના ટીએલએફ ,સીએફ સહિત શાળાના તમામ શિક્ષકો જોડાયા હતા.

- text

સરંભડા, ટીકર તથા નવા માલણીયાદ પ્રાથમિક શાળામાં આજે રિચ ટુ ટીચ અને પર્યાવરણ શિક્ષણ કેન્દ્ર – હળવદ અને રીચ ટુ ટીચ – લંડન દ્વારા બાળકોને ડોરા કીટુ બેંક (બચત નો ગલ્લો) નુ વીતરણ કરવામાં આવેલ. ત્યારે આજે શાળામાં અભ્યાસ કરતાં બાળકોને પર્યાવરણ શિક્ષણ કેન્દ્એ બાળકો બચત કરતાં શિખે,લાંબા ગાળે ભવિષ્યમાં કામ આવે તે માટે,શિક્ષણ ક્ષેત્રે હોય કે શાળાકીય પ્રવાસ કાર્યક્રમ હોય અને બાળકોને જ ઉપયોગી સાબિત થાય તે માટે “આજની બચત આવતીકાલનુ ભવિષ્ય”છે તેવી સમજણથી પર્યાવરણ શિક્ષણ કેન્દ્ર દ્વારા આજે પ્રાથમિક શાળામાં અભ્યાસ કરતાં ધોરણ ૧ થી ૮ ના વિદ્યાર્થીઓને ગલ્લા (બચત બેંક)નુ વિતરણ કરવામાં આવ્યું હતું.આ પ્રોજેક્ટમાં પર્યાવરણ શિક્ષણ કેન્દ્રના અયુબભાઈ સેરસિયાના માર્ગદર્શન હેઠળ દીલીપભાઈ TLF પ્રવીણભાઈ ભરવાડ CF સહિત શાળાના આચાર્ય હર્ષદ ભાઈ હડીયલ, ગ્રીશમાબેન સહિત શિક્ષકો જોડાયા હતા.

- text