માળિયાના મોટાબેલા ગામે ગૌચરની જમીન પર પેશકદમીની ફરિયાદ

- text


કલેક્ટર અને સરપંચે પેશકદમી દૂર કરવાનું સૂચન કર્યું હોવા છતાં કોઇ કાર્યવાહી નહિ

માળીયા : માળીયાના મોટાબેલા ગામે ગૌચરની જમીન પર અમુક તત્વો દ્વારા પેશકદમી કરવામાં આવી છે. ત્યારે અગાઉ કલેક્ટર અને સરપંચે આ પેશકદમી દૂર કરવાનું સુચન આપ્યું હોવા છતાં કોઈ કાર્યવાહી થઈ નથી. ત્યારે તાકીદે આ ગૌચરની જગ્યા ખાલી કરાવામાં આવે તેવી ગ્રામજનોએ માંગ ઉઠાવી છે.

માળિયાના મોટાબેલા ગામમાં સર્વે નં. ૪૭૨ની ગામતળની જમીન જે વર્ષોથી સરકાર હસ્તક છે. આ જમીનનો ઉપયોગ ખેત તલાવડા અને ગૌચરની જમીન માટે વર્ષોથી થઈ રહ્યો છે. મોટાબેલા ગામના વગ ધરાવતા તત્વોએ રેવન્યુ રેકર્ડમાં ચેડાં કરીને પોતાના નામે કરી આ ગૌચર જમીનમાં પેશકદમી કરી છે.

- text

આ બાબતે મોટાબેલા ગ્રામ પંચાયતના સરપંચ તેમજ જિલ્લા કલેક્ટર દ્વારા સૂચના આપવા છતાં આજ દિન સુધી કોઈ કાર્યવાહી થઈ નથી. ત્યારે તાત્કાલિક આ પેશકદમી દૂર કરવામાં આવે તેવી ગ્રામજનોએ માંગ ઉઠાવી છે.

- text