હળવદ : નવા ધનાળા ગામે ખોરાકી અસરના કારણે આરોગ્ય ટીમ દ્વારા ડોર ટુ ડોર સર્વે શરૂ

- text


જિલ્લા ફુડ એન્ડ સેફટી ટીમ સહિત જિલ્લા આરોગ્યની ટીમ નવા ધનાળા ગામે દોડી આવી ; ફુડ અને પાણીના સેમ્પલો રાજકોટ મોકલાયા ; આરોગ્ય શાખા ઘરે ઘરે સર્વે શરૂ કરી પાણીના સેમ્પલો લેવાયા 

હળવદ : નવા ધનાળા ગામે ગઈકાલે પ્રસાદ આરોગ્ય બાદ ફુડ પોઈઝનીંગની બનેલી ઘટનાને પગલે આજે જિલ્લા ફુડ એન્ડ ડ્રગ્સ સેફટી, જિલ્લા પંચાયત આરોગ્યની ટીમ નવા ધનાળા ગામે દોડી આવી ફુડના સેમ્પલો તેમજ પાણીના સેમ્પલ લેવામાં આવ્યા હતા. જયારે ફુડના સેમ્પલોને લેબ માટે રાજકોટ મોકલી આપ્યા હતા. સોમવારે નવા ધનાળા ગામે ૯૦થી વધુ લોકોને ફુડ પોઈઝનીંગની અસર થવા પામી હતી. જેમાં બે લોકોને વધુ અસરને કારણે સારવાર અર્થે મોરબી ખસેડવામાં આવ્યા હતા.

તાલુકાના નવા ધનાળા ગામે તા.૧૪/૭ના રોજ ગામમાં આવેલ સ્વામીનારાયણ મંદિરના પટાગણમાં અષાઢી બીજ નિમિતે પ્રસાદની આયોજન કરેલ જેમાં ગામ લોકોએ પાણીમાં પલાડેલા ચણા અને મગ આરોગ્ય બાદ ગામના ૯૦થી વધુ લોકોને ફુડ પોઈઝનીંગની અસર વર્તાઈ હતી.

- text

જેને પગલે આજે ફુડ એન્ડ સેફટી મોરબીના ઈન્સ્પેકટર ડી.આર.નાંઢા, જિલ્લા પંચાયત આરોગ્ય શાખા એફ.એ.ડી. મેડીકલ ઓફિસર સી.એલ.વારેવડીયા તથા જિલ્લા સુપરવાઈઝર બોપલભાઈ, તાલુકા હેલ્થ ઓફિસર ડો.ભાવિન ભટ્ટી તેમજ તાલુકા સુપરવાઈઝરની ટીમો આજે સવારના અરસામાં નવા ધનાળા ગામે દોડી જઈ ગામને પુરૂં પાડતા પાણીના ટાંકાઓના સેમ્પલો તેમજ ફુડના સેમ્પલ લેવામાં આવ્યા હતા. સાથે જ ગામ લોકોને ફુડ પોઈઝનીંગ વિશે જરૂરી માર્ગદર્શન આપ્યું હતું. જયારે ફુડ પોઈઝનીંગની વધુને અસરને કારણે એક પાંચ વર્ષીય બાળકી અને યુવાનને મોરબી સારવાર અર્થે ખસેડાઈ હતા.

જાકે ચણા અને મગની પ્રસાદી આરોગ્ય બાદ ૯૦થી વધુ લોકોને ઝાડા, ઉલટી અને તાવ તેમજ અશકિત જેવા લક્ષણો જણાતા આરોગ્ય વિભાગની ટીમ દ્વારા ઘરે ઘરે સર્વે હાથ ધરી અસરગ્રસ્ત લોકોને ઓઆરએસ અને જરૂરી દવાઓ આપી સારવાર પૂરી પાડી હતી. 

- text