૩ર ગામોના રોડનું નવિનીકરણ કરવા હળવદના ધારાસભ્યની રજૂઆત

- text


હળવદ : હળવદ-ધ્રાંગધ્રાના ધારાસભ્યએ હળવદ તાલુકાના જુદાજુદા ગ્રામ્ય વિસ્તારોના ૩ર ગામોના રોડ રસ્તા બનાવવાની રજૂઆત રાજયના નાયબ મુખ્યમંત્રીને કરાઈ છે. હળવદ પંથકના મોટા ભાગના ગામોને બીજા ગામો સાથે જાડતા રસ્તા અતિ બિસમાર હોવાથી અવારનવાર નાના-મોટા અકસ્માત સર્જાતા હોય છે એટલું જ નહીં ઈમરજન્સી સેવા આપતી ૧૦૮ને પણ આવા રસ્તાઓ પરથી પસાર થવામાં ભારે મુશ્કેલી વેઠવી પડતી હોય છે ત્યારે આ બાબતે ધારાસભ્યને હળવદ તાલુકાના ગામના સરપંચો અને ગ્રામજનો દ્વારા મૌખિક તેમજ લેખિત રજૂઆતો કરાઈ હતી જેને ધ્યાને લઈ ધારાસભ્યએ નાયબ મુખ્યમંત્રીને નવા રોડ બનાવવા માટે પત્ર પાઠવ્યો છે.

- text

હળવદ તાલુકાના આજે પણ ઘણા એવા ગામો છે જેના એકથી બીજા ગામને જાડતા રસ્તાઓ અતિ બિસમાર હાલતમાં છે તો બીજી તરફ આઝાદી બાદ પણ પાકા રસ્તાઓ હજુ સુધી બન્યા નથી. જે બાબતની રજૂઆતને ધ્યાને લઈ હળવદ-ધ્રાંગધ્રા ૬૪ મત વિસ્તારના ધારાસભ્ય પરસોતમભાઈ સાબરીયાએ તાજેતરમાં રાજયના નાયબ મુખ્યમંત્રી નિતીનભાઈ પટેલને હળવદ પંથકના જુદાજુદા ૩ર જેટલા ગામોના રસ્તાઓ સહિત ત્રણ ગામોના નાળા અને નદી ઉપર સ્લેબ બનાવવાની લેખિત રજૂઆત કરી છે. જેમાં ઈશનપુર ગામ પાસેથી પસાર થતી નદી ઉપર સ્લેબ તેમજ સુંદરગઢથી પાંડાતીરથ રોડ વચ્ચે આવતા કોઝવેલની જગ્યાએ નાળું બનાવવું અને સુરવદરથી વેજલપરના રસ્તે વચ્ચે નાળા બનાવવા, મયુરનગરથી પ્રતાપગઢનો રોડ, ખોડથી રામેશ્વર – જાગડ સુધીનો રોડ, ડુંગરપુરથી રાતાભૈ સુધીનો રોડ,રાણેકપરથી મેરૂપર સુધીનો રોડ, વેગડવાવથી ઘનશ્યામગઢ રોડ, મંગળપુરથી ગોપાલગઢ સુધીનો રોડ, બુટવડાથી મંગળપુર સુધીનો રોડ, ચાડધ્રાથી મિયાણી સુધીનો રોડ, સાપકડાથી ઢવાણા સુધીનો રોડ,ગોરી ઘનશ્યામપુરથી સાપકડા સુધીનો રોડ, સુરવદરથી પ્રતાપગઢ સુધીનો રોડ, હળવદથી ઉમિયાનગર સુધીના રોડ સહિત ૩ર ગામોને અન્ય ગામો સાથે જાડતા રસ્તાઓ બનાવવાની રજૂઆત કરાઈ છે.

- text