હળવદના કડીયાણા પાસે આવેલ નર્મદા કેનાલમાં છકડો રીક્ષા ખાબકી : બે ઘાયલ

- text


માથકથી પરત ફરતા બન્યો બનાવ : છકડામાં સવાર હળવદના બે લોકોને ઈજા

હળવદ: કડીયાણાથી માથક જવાના રસ્તા પરથી પસાર થતી નર્મદા કેનાલમાં આજે સાંજના અરસામાં છકડો રિક્ષા કેનાલમાં ખાબકતા મોટી જાનહાની ટળી હતી અને છકડામાં સવાર બે લોકોને નાની – મોટી ઈજા થવા પામી હતી.

- text

હળવદમાં રહેતા સંજયભાઈ તેમજ અન્ય એક વ્યકિત છકડો રિક્ષામાં ફ્રુટ ભરી ગ્રામ્ય વિસ્તારમાં ફેરી કરી રહ્યા હતા ત્યારે આજે ૬ વાગ્યાની આસપાસ માથક ગામેથી ફેરી કરી હળવદ પરત ફરી રહ્યા હતા તે દરમિયાન કડીયાણા જવાના રસ્તા પરથી પસાર થતી નર્મદા કેનાલમાં છકડો રિક્ષા જી.જે.૩-એ.વી. પ૬૬ ખાલી કેનાલ ખાબકતા છકડા ચાલક સહિત બે લોકોને નાની – મોટી ઈજાઓ થવા પામી હતી. આ બનાવના પગલે આજુબાજુ વાડી વિસ્તારના લોકો દોડી આવ્યા હતા અને નર્મદા કેનાલમાં પડેલ બન્ને યુવકોને બહાર કાઢયા હતા.

- text