ટંકારાના છતર નજીક ટ્રક કાર વચ્ચે અકસ્માત : કાર અગનગોળો બનતા છ ના મોત

- text


ગંભીર અકસ્માતને કારણે હાઇવે પર વાહનોની થપ્પા : ઇજાગ્રસ્તો રાજકોટ ખસેડાયા

ટંકારા : ટંકારાના છતર પાસે કાર અને ટ્રક વચ્ચે જોરદાર ટક્કર સર્જાતા આ અકસ્માતમાં કાર અગનગોળો બની ગઈ હતી અને આ ગોઝારી ઘટનામાં છ વ્યક્તિના કમકમાટી ભર્યા મોત નિપજ્યા હતા અને ત્રણ લોકો ઇજાગ્રસ્ત બન્યા હતા, આ અકસ્માતને પગલે રાજકોટ મોરબી હાઇવે પર વાહનોના થપ્પા લાગી ગયા હતા.

પ્રાપ્ત વિગતો મુજબ ટંકારાના છતર ગામ પાસે ટ્રક અને કાર વચ્ચે ધડાકાભેર અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતના કારણે કારમાં આગ લાગી હતી અને અકસ્માત એટલો ગંભીર હતો કે કાર સળગીને ભડથું થઈ ગઈ હતી. અને કારમાં લાગેલી આગ ટ્રકમાં પણ પ્રસરી જતા હાઇવે પર મરણચીસો વચ્ચે છ લોકોના મોત નિપજ્યા હોવાનું પ્રાથમિક વિગતોમાં બહાર આવ્યું છે.

- text

વધુમાં આ ગંભીર અકસ્માતને કારણે રાજકોટ – મોરબી હાઇવે પર બન્ને તરફ વાહનોના થપ્પા લાગ્યા હતા અને અકસ્માતમાં ઇજાગ્રસ્ત બનેલા બે વ્યક્તિને રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા છે તેમની હાલત પણ ગંભીર હોવાનું સૂત્રો જણાવી રહ્યા છે.

અકસ્માતની વધુ અપડેટ વિગત માટે નીચેની લિંક પર ક્લિક કરો

રાજકોટ હાઇવે અકસ્માત : મૃતક આંક વધીને આઠ થયો : તમામ મૃતકો એક જ પરિવારના

- text