રાજકોટ હાઇવે અકસ્માત : મૃતક આંક વધીને આઠ થયો : તમામ મૃતકો એક જ પરિવારના

- text


કચ્છના રાપરથી માતાજીના દર્શન કરીને આવતા પરિવારની ઇકો કાર ટ્રક પાછળ ભટકાતા અગનગોળો બની હતી : હાઇવે ઉપર મરણ ચીસો ગુંજી ઉઠ્યો હતો

ટંકારા : રાજકોટ – મોરબી હાઇવે પર મંગળવારની રાત્રી અમંગળ બની હતી, કચ્છ રાપરથી માતાજીનું કાર્ય પતાવી પરત રાજકોટ પરત ફરી રહેલ પરિવારની ઇકો કાર ટ્રક સાથે અથડાતા કાર અગનગોળો બની હતી અને ઇકોમાં મુસાફરી કરી રહેલા નવ લોકો માંથી છના ઘટના સ્થળે જ કમકમાટી ભર્યા મૃત્યુ નિપજ્યા હતા. જ્યારે રાજકોટ સારવારમાં વધુ બેના મોત થતા મૃતક આંક આઠ પર પોહચી ગયો છે અનેં એકની હાલત હજુ ગંભીર જણાઈ રહી છે.

ઘટના અંગે પ્રાપ્ત વિગતો મુજબ મોરબી – રાજકોટ હાઇવે પર છતર ગામના પાટિયા નજીક કચ્છના રાપર તાલુકાના લાકડીયા ગામેથી પરત ફરી રહેલા કલાડિયા પરિવારની ઇકો કાર (Gj 3 fd 6563) ટ્રક સાથે જોરદાર રીતે અથડાઈ હતી. અકસ્માતના કારણે ઇકોમાં આગ લાગતા કાર રીતસર અગનગોળામાં ફેરવાઈ હતી અને છ લોકો આગમાં જીવતા ભૂંજાઇ જતા હાઇવે મરણચીસો થી ગુંજી ઉઠ્યો હતો.

- text

વધુમાં આ ગમખ્વાર અકસ્માતમાં ત્રણ લોકોને ગંભીર ઇજાઓ સાથે રાજકોટ ખસેડવામાં આવ્યા હતા જેમાં બે લોકોના સારવાર દરમિયાન મોત નિપજ્યા હતા અને વધુ એક વ્યક્તિને સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.

એક જ પરિવારના આઠ – આઠ લોકોને ભરખી જનાર આ દુર્ઘટનામાં કલાડીયા પરિવાર કચ્છના રાપર તાલુકાના લાકડીયા ગામે માતાજીના કાર્યમાં ગયો હોવાનું જાણવા મળ્યું છે, આ ગોઝારી દુર્ઘટનામાં ભાવનાબેન કલાડીયા, રાજેશભાઇ કલાડીયા, બળદેવ કલાડીયા, સાગરભાઈ કલાડીયા, રમેશભાઈ કલાડીયા, સંગીતાબેન કલાડીયા અને ઇકો કાર ચાલકનું મૃત્યુ નિપજ્ય હતું.

આ અકસ્માતની ઘટનાની છેલ્લી અપડેટ વાંચવા નીચેની લિંક પર ક્લિક કરો..

મોરબી રાજકોટ હાઇવે અકસ્માતનો મૃત્યુ આંક ૯ થયો : સોની પરિવાર બન્યો કાળનો કોળિયો

- text