ઓરી અને રૂબેલા રસીકરણ અભિયાનનો મોટીબરાર પ્રાથમિક શાળામાં ઉદ્દઘાટન સમારોહ યોજાયો

- text


મોટીબરાર શાળામાં ઉત્સાહભેર ૧૦૦% વિદ્યાર્થીઓએ રસીકરણમાં ભાગ લીધો

માળીયા : સમગ્ર ગુજરાત રાજ્યમાં ઓરી અને રૂબેલા રસીકરણ અભિયાનની ૧૬ જુલાઈ થી શરૂઆત થઈ છે ત્યારે માળિયા મિયાણા તાલુકામાં આ કાર્યક્રમનો ઉદ્દઘાટન સમારોહ રત્નમણિ પ્રાથમિક શાળા મોટીબરાર માં યોજવામાં આવ્યો હતો.

આ કાર્યક્રમના આયોજનના ભાગરૂપે શાળામાં ખૂબ સુંદર ડેકોરેશન કરવામાં આવ્યું હતું. રસીકરણ માટે ત્રણ વિવિધ રૂમ તૈયાર કરવામાં આવ્યા હતા. જેમાં પ્રથમ વેઈટિંગ રૂમ, બીજો રસીકરણ રૂમ અને ત્રીજો ઓબસર્વેશન રૂમ તૈયાર કરવામાં આવ્યા હતા.

- text

આ કાર્યક્રમમાં જિલ્લા પંચાયત પ્રમુખ કિશોરભાઈ ચીખલીયા, તાલુકા પંચાયત સદસ્ય ધનજીભાઈ સરડવા, મોટીબરારના સરપંચ કાનજીભાઈ ડાંગર, તાલુકા પ્રાથમિક શિક્ષણસંઘના પ્રમુખ દિનેશભાઇ હૂંબલ, તાલુકા પ્રાથમિક શિક્ષણસંઘના મહામંત્રી હસુભાઈ વરસડા, બી.આર.સી. કો. ઓર્ડીનેટર અશોકભાઈ અવાડીયા, સી.આર.સી. કો.ઓર્ડીનેટર દિનેશભાઇ કાનગડ, એમ.આર. કેમ્પઈનના નોડેલ શિક્ષક જયંતિભાઈ વૈષ્ણવ, માળિયાના સી.ડી.પી.ઓ. શારદાબેન કક્કડ, માળિયા તાલુકા હેલ્થ ઓફિસર ડૉ. ડી.જી. બાવરવા, મોડેલ સ્કૂલના આચાર્ય ગાંભવા સાહેબ, મોટીબરાર પ્રાથમિક શાળાના આચાર્ય નિલેશભાઈ રાજપરા, આરોગ્ય શાખાના કર્મચારીઓ, શિક્ષકો, ગ્રામજનો અને વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.

- text