માળિયા પાલિકામાં અવિશ્વાસની દરખાસ્તનો ફિયાસ્કો : પ્રમુખની વિરુદ્ધમાં માત્ર એક જ મત

- text


ભાજપના ૯ સભ્યોએ ચીફ ઓફિસરને લેખિત અરજી આપ્યા બાદ બોર્ડમાં માત્ર ૧ જ સભ્ય હાજર રહ્યો

માળીયા : માળિયા નગરપાલિકામાં ભ્રષ્ટાચાર અને લોકહિતના કાર્ય ન થતા હોવાની રાવ કરીને નગરપાલિકા પ્રમુખ વિરુદ્ધ અવિશ્વાસની દરખાસ્ત લાવવા ભાજપમાથી ચુટાયેલ નવ સદસ્યોએ પોતાની સહી કરી ભાજપના સદસ્ય આમીન ભટ્ટીની અધ્યક્ષતામાં ચીફ ઓફિસર સમક્ષ લેખિત રજુઆત કરી હતી. પરંતુ પ્રમુખની વિરુદ્ધમાં ફક્ત એક જ મત પડતા અવિશ્વાસની દરખાસ્તનો ફિયાસ્કો થઈ જવા પામ્યો હતો.

કુલ ૨૪ સભ્ય વાળી માળિયા નગરપાલિકા માથી ૯ ભાજપમાથી જયારે ૧૫ કોગ્રેસના સભ્ય ધરાવે છે આજ રોજ બોર્ડની બેઠક બોલાવતા ભાજપના આઠ સભ્યોએ કોગ્રેસ ના પ્રમુખની તરફેણ કરી ગેરહાજર રહ્યા હતા ફક્ત એક મત પ્રમુખ વિરુદ્ધ પડતા અવિશ્વાસની દરખાસ્તનો ફિયાસ્કો થઈ જવા પામ્યો હતો.

- text

માળિયા શહેર કોગ્રેસ પ્રમુખ ઇકબાલ ભાઇ જેડા સાથે વાત કરતા જણાવેલ હતુ કે માળિયા નગરપાલિકા પ્રમુખ વિરુદ્ધ અવિશ્વાસની દરખાસ્ત કરનાર ભાજપના સભ્યોએ પ્રમુખની તરફેણ કરવા ગેરહાજર રહેતા ભાજપને પાલીકામાં ફરીથી સતા હાંસલ કરવા મનની મનમાં રહી ગઈ હતી અને પ્રમુખ વિરુદ્ધ ફક્ત એક મત પડતા અવિશ્વાસ ની દરખાસ્ત નો ફિયાસ્કો થયો હતો.

- text