હળવદના જુના ઈશનપુર ગામે યુવતીએ ગળાફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું

- text


ઘરના ઓરડામાંં દોરડું બાંધી યુવતીનો આપઘાત : દોઢ વર્ષ પહેલા છુટાછેડા થયા હતા

હળવદ : હળવદ તાલુકાના જુના ઈશનપુર ગામે ગત મોડીરાત્રીના યુવતીએ ઘરના ઓરડામાં દોરડું બાંધી આપઘાત કરી લેતા પરિવારજનો સાથે ગામમાં અરેરાટી વ્યાપી ગઈ છે. ગત મોડી રાત્રે પરિવારજનો ઘરની બહાર સુતા હતા તે દરમિયાન યુવતીએ બારણું બંધ કરી અગમ્ય કારણોસર ગળેફાંસો ખાઈ લેતા પંથકમાં ચકચાર મચી જવા પામી છે.

- text

પોલીસ મથકેથી મળતી વિગતો મુજબ હળવદ તાલુકાના જુના ઈશનપુર ગામે ખેત મજુરી કરી પોતાનું ગુજરાન ચલાવતા નરશીભાઈ જાધાભાઈની દિકરી કાજલ (ઉ.વ.રર)એ ગત મોડી રાત્રીના કોઈ અગમ્ય કારણોસર આત્મહત્યા કરી લેતા પરિવારજનોમાં ગમગીની છવાઈ હતી.
જયારે વધુમાં જાણવા મળતી માહિતી મુજબ કાજલના દોઢ વર્ષ પહેલા જ છુટાછેડા થયા હતા. ત્યારે ગત રાત્રીના ગળેફાંસો ખાઈ મોતને વ્હાલું કરતા મૃતક યુવતીની લાશને હળવદની સરકારી હોસ્પિટલ ખાતે પીએમ અર્થે લાવવામાં આવી હતી. જયાં પોલીસ દ્વારા ગુનો નોંધી મોતનું ચોક્કસ કારણ જાણવા વિવિધ દિશામાં તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો છે.

- text