હળવદના નવા ધનાળામાં પ્રસાદી લીધા બાદ ૪૦થી વધુ લોકોને ફુડ પોઈઝનીંગની અસર

- text


અષાઢી બીજના પ્રસાદરૂપે પલાડેલા ચણા અને મગ આરોગતા ગ્રામજનોને થઈ ઝેરી અસર : આરોગ્ય વિભાગની ટીમ દ્વારા સારવાર હાથ ધરાઈ

હળવદ : હળવદ તાલુકાના ઘનશ્યામનગર (નવા ધનાળા) ગામે અષાઢી બીજની પ્રસાદીરૂપે પલાડેલા ચણા અને મગ આરોગતા એકી સાથે ૪૦થી વધુ લોકોને ફુડ પોઈઝનીંગની અસર થતા આરોગ્ય વિભાગની ટીમ દોડી જઈ પ્રાથમિક સારવાર આપવામાં આવી હતી.

ઘનશ્યામનગર (નવા ધનાળા) ગામે તા.૧૪ના રોજ અષાઢી બીજ નિમિતે દર વર્ષની જેમ આ વર્ષે પણ પ્રસાદીરૂપે પલાડેલા ચણા અને મગની પ્રસાદી કરવામાં આવી હતી. ત્યારે આ પ્રસાદ ગ્રામજનો આરોગતા ૪૦થી વધુ લોકોને ફુડ પોઈઝનની અસર વર્તાતા ગામના સરપંચ ગૌરીબેન ગોરધનભાઈ કણઝરીયાએ તાત્કાલીક તાલુકા હેલ્થ ઓફીસર ડો.ભાવિન ભટ્ટીને જાણ કરાતા હેલ્થ ઓફિસર દ્વારા મયુરનગર પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના ડો. જીજ્ઞેશભાઈ પંચાસરા, હસમુખભાઈ પરમારને તાબડતોબ સારવાર અર્થે એમ્બ્યુલન્સ ઘનશ્યામનગર (નવા ધનાળા) ગામે રવાના કરી તબીબોની ટીમ દ્વારા ૪૦થી વધુ લોકોને પ્રાથમિક સારવાર આપવામાં આવી હતી.

- text

- text