કલમ ૧૪૪ કયારે લાગે ? હથિયારોનો ઉપયોગ કયારે થાય ? બાળકોએ પોલીસને કર્યા અણીદાર સવાલો..

મોરબીની ઓમ શાંતિ ઓમ શાળાના બાળકોએ લીધી પોલીસ સ્ટેશનની મુલાકાત : તાલુકા પીએસઆઇ એસ.એ.ગોહિલે શિક્ષક બની વિદ્યાર્થીઓને આપી તમામ વિગતો

મોરબી : મોરબીની ઓમ શાંતિ ઓમ શાળા ના વિદ્યાર્થીઓએ પોલીસ મથકની મુલાકાત લીધી હતી. જેમાં તાલુકા પીએસઆઈએ પોલીસ મથકની કામગીરી અને હથીયારોથી વિદ્યાર્થીઓને માહીતગાર કર્યા હતા. આ તકે વિધાર્થીઓએ ઉત્સાહ પૂર્વક પોલીસની કામગીરી અંગે સમજણ મેળવી હતી.

મોરબીમા ઓમ શાંતિ ઓમ શાળાના ધો. ૬ થી ૯ ના વિદ્યાર્થીઓએ તાલુકા પોલીસ મથકની મુલાકાત લીધી હતી જેમા તાલુકા પીએસઆઈ એસ.એ.ગોહીલે પોતે શિક્ષક બની વિદ્યાર્થીઓ ને પોલીસ મથક ની જીણવટ ભરી વિગતો આપી માહીતગાર કર્યા હતા જેમા પીએસઆઈ શક્તિસિહ ગોહીલે તમામ પ્રકાર ના હથીયાર અને તેને ચલાવવા માટે ની પરિસ્થીતી અને કાગળો ની વિગત , લોક અપ વિગેરે માહીતી વિગતવાર સમજાવી હતી આ સાથે જ પોલીસના હોદ્દાઓ, કાનુની પ્રક્રિયા નુ જ્ઞાન પણ આપ્યુ હતુ.

વિદ્યાર્થીઓ એ પણ પીએસઆઈ ગોહીલ સમક્ષ પ્રશ્નોત્તરી કરી હતી જેમા પોલીસ બનવા માટે શુ કરવુ? ધારા ૧૪૪ ક્યારે લાગે?હથીયાર નો ઉપયોગ ક્યારે અને ક્યા થઈ શકે ? પીએસઆઈ અને પીઆઈ મા શુ ફર્ક વગેરે પ્રશ્નો પુછ્યા હતા જેના પીએસઆઈ એસ એ ગોહીલે શિક્ષક બની તમામ માહીતી વ્યવસ્થીત આપી હતી બાદ મા તમામ વિદ્યાર્થીઓને આઈસ્ક્રીમ ખવડાવી વિદાય આપવામા આવી હતી થોડા સમય માટે પોલીસમથક એક વર્ગખંડ બની ગયો હોય તેવો માહોલ ઉભો થઈ ગયો હતો અને વિદ્યાર્થીઓનેએ પોલીસમથક મા આવતા પહેલા ડર લાગતૉ હતો પરંતુ આવા પોલીસ અધિકારી ને મળતા તેના ચહેરા પર અનેરો આનંદ અને સ્મિત હાસ્ય છલકી રહ્યુ હતુ.

સાથે જ વિદ્યાર્થિઑ એ પણ પીએસઆઈ એસ એ ગોહીલ મા એક શિક્ષક નિહાળ્યા હોવાનુ જણાવી આ મુલાકાત પર થી પોલીસ જરૂરી જ નહી અનિવાર્ય છે તેવું જણાવી પોલીસ ગુનેગારો માટે કડક છે સામાન્ય પ્રજા માટે એ આશિર્વાદ રૂપ છે તેવુ તેઓના અનભવ પરથી જણાવ્યુ હતુ.