પ્રદેશ યુવા કોંગ્રેસના પ્રભારી ગુરબેઝસીંઘ ટીમ્બીજી આજે શનિવારે મોરબીમાં

મોરબી : ગુજરાત પ્રદેશ યુવા કોંગ્રેસના પ્રભારી ગુરબેઝસીંઘ ટીમ્બીજી આજે શનિવારે મોરબીમાં પધારવાના છે. પ્રદેશ યુવા કોંગ્રેસના આગમનથી મોરબીના કોંગી અગ્રણીઓ અને કાર્યકર્તાઓમાં ભારે ઉત્સાહ દેખાઈ રહ્યો છે.

આજે તા.૧૪ને શનિવાર નાં રોજ બપોરે ૨:૦૦ વાગ્યે મોરબી જીલ્લા કોંગ્રેસ કાર્યાલય ખાતે ગુજરાત પ્રદેશ યુવા કોંગ્રેસનાં પ્રભારી ગુરબેઝસીંઘ ટીમ્બીજી પધારવાના છે. ત્યારે તમામ યુવા કોંગ્રેસનાં મિત્રો ને હાજર રહેવા મોરબી જીલ્લા યુવા કોંગ્રેસના પ્રમુખ પુષ્પરાજસિંહ જાડેજા દ્વારા નિમંત્રણ પાઠવવામાં આવ્યું છે.