માળિયા : રેલ્વે પ્લેટફોર્મ પોર્ટર કર્મચારી ગુમ થતા શોધખોળ.

- text


માળીયા મી.ના વવાણીયા રેલવે સ્ટેશન પર પ્લેટફોર્મ પોર્ટર તરીકે ફરજ બજાવતા રેલવે કર્મચારી દિલ્હી રેલવે સ્ટેશન પરથી ગુમ થતા પરિવાર ચીંતાતુર રેલવે ના સ્ટાફે બનાવની નોંધ કરી કર્મચારીની શોધખોળ આદરી છે.

માળીયા મી.ના વવાણીયા રેલવેસ્ટેશન પર પ્લેટફોર્મ પોર્ટર તરીકે ફરજ બજાવતા રેલવેના કર્મચારી ભરતભાઈ મનજીભાઇ કગથરા ઉ.વ.32 ગત તા.03/07/2018 ના રોજ વાવણીયા રેલવે કોલોનીથી માળીયા મીં રેલવે સ્ટેશન પરથી એકલા જમ્મુ-તાવી ટ્રેન મારફતે દિલ્લી જવા નીકળેલ હતા. ત્યાર બાદ આ રેલવે કર્મચારી મનજીભાઇ કગથરાનો  તા.07/07/2018 ના રોજ સાંજે 5 વાગ્યે તેના મોબાઈલ નંબર 9909081801 પરથી ફોન આવ્યો હતો કે તે નવી દિલ્લી રેલવે સ્ટેશન પહોંચી ગયા છે અને તેને માથા પર એંગલ પડતા ઇજા પહોંચી છે. તેમજ નાક અને માથા માંથી પણ લોહી નીકળે છે અને સાથે તે પણ જણાવ્યું  હતું કે વાવણીયા આવતી જે ટ્રેન મળે તેમાં તેઓ  વાવણીયા આવવા માટે નીકળે છે. પરંતું આજ દિવસ સુધી રેલવે કર્મચારી મનજીભાઇ કગથરા ઘરે પરત ન ફરતાં તેના પિતા ભીખાભાઇ મનજીભાઇ કગથરા એ રાજકોટ ડિવિઝન મારફતે દિલ્લી રેલવે પોલીસ અને જીઆરપીને નવી દિલ્લી રેલવે સ્ટેશનના સીસીટીવી ફુટેજ તપાસવા માટે  લેખિત રજૂઆત કરી છે. જેમાં રેલવે તંત્ર એ યુવાન રેલવે કર્મચારી ની શોધખોળ હાથ ધરી છે.

- text

- text