હળવદ તાલુકા વિકાસ અધિકારીનો વિદાય સમારંભ યોજાયો

- text


વય મર્યાદાના કારણે નિવૃત થતા ટીડીઓ એ.જી. દેસાઈના વિદાય સમારંભના કાર્યક્રમમાં ધારાસભ્ય સહિત મહાનુભાવો રહ્યા ઉપસ્થિત

હળવદ : હળવદ તાલુકાના વિકાસ અધિકારી એ.જી. દેસાઈની વય મર્યાદાના કારણે નિવૃત થતા હળવદની બ્રાહ્મણની ભોજનશાળા ખાતે જાજરમાન વિદાય સમારંભનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં જિલ્લા અને તાલુકા પંચાયતના સદસ્યો તથા અધિકારીઓ અને દરેક ગામના તલાટીમંત્રી દ્વારા શ્રીફળ પડો, મોમેન્ટો અર્પણ કરી તાલુકા વિકાસ અધિકારીને ભાવભેર વિદાય આપી સન્માન કરાયું હતું. આ પ્રસંગે હળવદ-ધ્રાંગધ્રાના ધારાસભ્ય સહિત પૂર્વ રાજયમંત્રી તેમજ જિલ્લા – તાલુકા પંચાયતના સદસ્યો ખાસ ઉપÂસ્થત રહ્યા હતા.

મુળ પાટણ જિલ્લાના એ.જી. દેસાઈએ તાલુકા વિકાસ અધિકારીની ફરજ પરથી વય મર્યાદાના કારણે નિવૃત થતા તાલુકા પંચાયતના સ્ટાફગણ દ્વારા હળવદની બ્રાહ્મણની ભોજનશાળા ખાતે વિદાય સમારંભનું આયોજન કર્યું હતું.

- text

જેમાં તાલુકા પંચાયતના અધિકારીઓ અને તલાટીમંત્રી દ્વારા તેમની સાથે કરેલી કામગીરીની ક્ષણને યાદ કરી નિવૃત તાલુકા વિકાસ અધિકારી એ.જી. દેસાઈને ભાવભેર વિદાય આપી હતી. આ તકે ધારાસભ્ય પરસોતમભાઈ સાબરીયા, પૂર્વ મંત્રી જયંતીભાઈ કવાડીયા, તાલુકા પંચાયત પ્રમુખ ધર્મેન્દ્રસિંહ ઝાલા, જિલ્લા પંચાયતના સદસ્ય હેમાંગભાઈ રાવલ, ધર્મેન્દ્રભાઈ પટેલ તેમજ જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતના સદસ્યો તથા અધિકારીઓ સહિતનાઓ આ મોમેન્ટને યાદગાર બનાવવા હાજર રહ્યા હતા.

- text