હળવદમાં બીએએસએફ દ્વારા કપાસના પાક માટેની બે આધુનિક પ્રોડકટનું કરાયું લોન્ચીંગ

લોન્ચીંગ ઈન્વેસ્ટમાં નિષ્ણાંતો દ્વારા હળવદમાં ૧૩૦ એગ્રોધારકો સાથે વાર્તાલાપ કરાયો

હળવદ : બીએએસએફ દ્વારા આજે હળવદ શિશુ મંદિર ખાતે સેફીના અને પ્રયાકસર એમ બે દવાનું લોન્ચીંગ કરવામાં આવ્યું હતું. જેમાં હળવદના ૧૩૦થી વધુ એગ્રોધારકો હાજર રહ્યા હતા. આ અંગે કંપનીના નિષ્ણાતો દ્વારા એગ્રોધારકો સાથે વાર્તાલાપ કરી વિસ્તૃત માહિતી આપી હતી.

આંતરરાષ્ટ્રીય બીએએસએફ દ્વારા કપાસ લીલોછમ અને સ્વસ્થ બને અને જીંડવાનું કદ વધે અને જાળવણી થાય તેમજ ગુણવતા ઉપજ વધારી શકાય તેવી પ્રયાકસર નામની દવા સાથે સફેદ માખી અને લીલા તડતડીયા પર નિયંત્રણ લાવતી સેફીના દવાનું લોન્ચીંગ કરવામાં આવ્યું હતું.

આ તકે શહેરના ૧૩૦ એગ્રોધારકોને બીએએસએફના સુનિલ ગંગવાર (ગુજરાત હેડ), સંજય પંચાલ (રિજનલ સેલ્સ), રાણા પ્રતાપસિંઘ (ટેરેટરી મેનેજર), સનીભાઈ ઠક્કર (ભવાની ફર્ટિલાઈઝર)એ જરૂરી માર્ગદર્શન પૂરૂં પાડી આ પ્રોડકટ વિશે વિસ્તૃત માહિતી આપી હતી.