વાંકાનેર તાલુકાના અધિકારીઓ સાથે બેઠક કરતા મંત્રી કુંવરજીભાઇ બાવળિયા

લોક પ્રશ્નો સાંભળ્યા : લોક ઉપયોગી કામોમાં વેગ લાવવા અધિકારીઓને સુચના
વાંકાનેર : પાણી પુરવઠો,પશુપાલન અને ગ્રામ ગૃહ નિર્માણ વિભાગના મંત્રી કુરવરજીભાઇ બાવળીયાએ મામલતદાર કચેરી-વાંકાનેરના મીટીંગહોલ ખાતે પાણી પુરવઠા, જી.ઇ.બી.,પશુપાલન અને અન્ય કચેરીઓના અધિકારીઓ સાથે બેઠક યોજી હતી.

આ બેઠકમાં દરેક વિભાગના અધિકારીઓને વાંકાનેર તાલુકામાં પાણી પુરવઠા, ગટર વ્યવસ્થા, પશુપાલન,ઘાસચારો તથા જી.ઇ.બી.ને લગતા લોક ઉપયોગી કામનો ઝડપી નિકાલ થાય તેવી સુચના આપવામાં આવી હતી. તેમજ સ્થાનિક મહાનુભાવો અને અરજદારોના પ્રશ્નો સાંભળ્યા હતા અને જે તે વિભાગના અધિકારીઓને તેમના પ્રશ્નોના ઝડપી નિકાલ કરવા જણાવેલ હતું.

આ બેઠકમાં અધિક નિવાસી કલેકટર કેતન પી.જોષી, પ્રાંત અધિકારી જિજ્ઞાશાબેન ગઢવી, તેમજ સબંધિત કચેરીઓના અધિકારી અને પદાધિકારીઓ ઉપસ્થિત રહયાં હતાં.