સુરેન્દ્રનગર જીલ્લાના ખૂનના ગુન્હામાં નાસતા ફરતા આરોપીને ઝડપી લેતી માળીયા પોલીસ

- text


મોરબી : માળીયા મિયાણા પોલીસે આજે વાહન ચેકીંગ દરમિયાન સુરેન્દ્રનગર જિલ્લાના ઝીંઝુડા ગામના ખૂનના ગુન્હામાં નાસતા ફરતા આરોપીને ઝડપી લેવામાં સફળતા મેળવી હતી.

પ્રાપ્ત વિગતો મુજબ અષાઢીબીજની શોભાયાત્રાને લઈ આજે માળીયા મિયાણા પોલીસ મથકના સ્ટાફ દ્વારા પેટ્રોલિંગ કરવામાં આવી રહ્યું હતું ત્યારે એએસઆઇ અમૃતલાલ રણછોડભાઇ પટેલ તથા પો.કોન્સ હરદેવસિંહ વિક્રમસિંહ રાઠોડ માળીયા મી. ત્રણ રસ્તા વાહન ચેકીંગમા હતા ત્યારે એક શંકાસ્પદ મોટર સાયકલ ચાલકને રોકી ચાલક ઉમંગભાઇ લલીતભાઇ ઠક્કર જાતે લુહાણા ઉ.વ ૨૯ ધંધો રસોઇ કામ રહે ધામા તા. પાટડી જી. સુરેન્દ્રનગર વાળો હોવાનુ ખુલ્યું હતું.

- text

વધુમાં આ ઇસમની પૂછતાછ કરતા તા. ૧૧/૦૭/૨૦૧૮ ના સવાર ના ધાપા ગામે કીંજલબેન ખોડાભાઇ પાનવેચા ઉ. ૧૮ વાળીને છરીના બે ધા મારી મોત નીપજાવેલ હોવાની સ્ફોટક કબૂલાત આપતા આ સંદર્ભે ઝીઝુવાડા પોલીસ સ્ટેશને ખરાઇ કરાવતા ફસ્ટ ગુ.ર.ન ૨૩/૧૮ આઇ.પી.સી કલમ ૩૦૨ વિ. મુજબ ગુન્હો રજી. થયેલ હોવાનું બહાર આવ્યું હતું.

જેથી માળીયા પોલીસે સી.આર.પી.સી. કલમ ૪૧(૧) આઇ મુજબ ખૂનના ગુન્હાના આરોપીની અટક કરી મોરબી તથા સુરેન્દ્રનગર કંટ્રોલરૂમને જાણ કરી આરોપી સોંપવા તજવીજ હાથ ધરી હતી.

- text