ગંભીર જળ કટોકટી સર્જાઈ તે પૂર્વે નર્મદાનું પાણી તાકીદે મચ્છુ ડેમમાં ઠાલવવાની માંગ

- text


ધારાસભ્યની રજુઆતને સરકારે ન ગણકારી હોવાથી પાણી પ્રશ્ન ગંભીર બન્યો : મેરજા

મોરબી : મોરબીના ધારાસભ્ય બ્રિજેશ મેરજાએ અગાઉ પરિસ્થિતિનો તાગ મેળવી સરકારને પાણી પ્રશ્ન અંગે જાણ કરી હતી. આમ છતાં સરકાર દ્રારા ધ્યાન આપવામાં ન આવતા પાણી પ્રશ્નએ ગંભીર સ્વરૂપ ધારણ કર્યું હોવાનો મેરજાએ આક્ષેપ કર્યો છે.

ધારાસભ્ય બ્રિજેશ મેરજાએ જણાવ્યું હતું કે મોરબીના પાણી પ્રશ્ને અગાઉ ભાજપ સરકારને રજુઆત કરી હતી કે મોરબી શહેર અને ૪૫ જેટલા પાણી પૂરું પાડતા મચ્છુ ૨ ડેમમાં પાણીનો જથ્થો ઉતરોતર ઘટી રહ્યો છે. તેથી જો વરસાદ ખેંચાશે તો ગંભીર જળ કટોકટી સર્જાશે. આથી તે વખતે તેઓએ સરકાર સમક્ષ પાણીની વ્યવસ્થાનું આગોતરું આયોજન કરવાની માંગ ઉઠાવી હતી.

- text

વધુમાં મેરજાએ જણાવ્યું કે તેઓની રજૂઆત રાજ્ય સરકારે ગણકારી ન હતી. જેના કારણે મચ્છુ ડેમના તળિયા દેખાઈ જતા પાણી કાપ મુકવાનો વારો આવ્યો છે. હજુ પણ વધુ જળ કટોકટી ન સર્જાઈ તે માટે તેઓએ નર્મદાનું પાણી મચ્છુ ડેમમાં તાકીદે ઠાલવવાની માંગ ઉઠાવી છે.

- text