હળવદ : રેત માફિયાઓ પર ખનીજ વિભાગ ત્રાટકયું : ૯૦૦ ટન રેતીનો જથ્થો સીઝ કરાયો

- text


ખાણ ખનીજના અધિકારીઓને જાઈ જતા લોડર ચાલક લોડરમાંથી બેટરી કાઢી ઉભી પુછડીયે નાઠ્યો !!

હળવદ : હળવદ તાલુકાના મિયાણી ગામે મોરબી ખાણ ખનીજ વિભાગ દ્વારા રેતી ચોરી અટકાવવા દરોડા પાડતા રેત માફિયાઓમાં દોડધામ મચી જવા પામી હતી. જયારે નદીના પટમાંથી બે ટ્રેકટર અને એક લોડર સહિત ૯૦૦ ટન રેતીના જથ્થાને સીઝ કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરાતા રેત માફિયાઓમાં ખળભળાટ મચી જવા પામ્યો છે.
હળવદ પંથકમાં છેલ્લા કેટલાય સમયથી રેતીનો કાળો કારોબાર વ્યાપક પ્રમાણમાં ફુલ્યો ફાલ્યો છે. ત્યારે આજે બપોર બાદ મોરબી ખાણખનીજ વિભાગના અધિકારી યુ.કે. સિંઘ સહિતના સ્ટાફ દ્વારા મિયાણી ગામે દરોડા પાડતા રેતી ચોરી કરતા બે ટ્રેકટર અને એક લોડરને ઝડપી પાડયા હતા. જયારે નદીના પટમાંથી રેતી ચોરી કરી સટ્ટા કરેલ ૯૦૦ ટન રેતીના ઢગલાને સીઝ કરાતા રેત માફિયાઓમાં રીતસરનો ફફડાટ વ્યાપી જવા પામ્યો હતો. જયારે ખાણ ખનીજની ટીમ મિયાણી ગામે આવી પહોંચી હોવાની જાણ થતા લોડર ચાલક લોડરમાંથી બેટરી કાઢી ઉભી પુછડીયે નાસી છુટયો હતો. જાકે આ લોડરને સીલ કરી બન્ને ટ્રેકટરને હળવદ પોલીસ મથકે લાવી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી. જયારે ઝડપાયેલ ત્રણેય વાહનો સહિત આશરે કિં.રૂ. ૩ લાખનો મુદ્દામાલ કબજે કરાયો હતો.

- text

- text