રોટરી ક્લબ ઓફ હળવદનો શપથ ગ્રહણ કાર્યક્રમ યોજાયો

- text


હળવદ : રોટરી ક્લબ ઓફ હળવદનો અને તેની નીચેની સાત ક્લબના હોદ્દેદારો નો શપથગ્રહણનો કાર્યક્રમ યોજાયો હતો. જેમાં સોમવારે શરણેશ્વર મહાદેવ મંદિરના સાનિધ્યમાં રોટરી ઇન્ટરનેશન ડિસ્ટ્રિક્ટ ૩૦૬૦ના ડી.જી.એન. પ્રશાંત જાની, ઈંનરવિલ પાસ્ટ ચેરમેન દર્શના પુજારા, રોટરેક્ટ પાસ્ટ ડી.આર. આર. રાજવિરસિંહ સરવૈયા, આસીસ્ટન્ટ ગવર્નર નરભેરામ અઘારાની ઉપસ્થિતિમાં એક ભવ્ય ઈન્સ્ટોલેશન સેરેમનીનું આયોજન રોટરી કલબ ઓફ હળવદ દ્વારા કરવામાં આવ્યું હતું.જેમાં અતિથિ વિશેષમાં ઓસીસ ગ્રૂપ મોરબી અને સિરામિક એસોસિએશનના પ્રેસિડેન્ટ સુખદેવભાઈ પટેલ ખાસ હાજર રહ્યા હતા.

- text

ઉપરોક્ત ઇન્સ્ટોલિંગ ઓફિસર દ્વારા નવા વરાયેલા પ્રમુખ અને સેક્રેટરીને શપથ લેવડાવ્યા હતા. રોટરી નું વર્ષ ૩૦/૬/૧૮ ના રોજ પૂરું થતા નવા વર્ષે નવા હોદ્દેદારોની નિમણૂક કરવામાં આવી હતી.જેમા રોટરી ક્લબ પ્રેસિડેન્ટ તરીકે રમેશભાઈ ઝાલોરીયા, સેક્રેટરી ગજેન્દ્રભાઈ મોરડીયા, રોટરેક્ટ કલબમાં પ્રેસિડેન્ટ ચેતન અઘારા અને સેક્રેટરી કલ્પેશ દવે, રોટરેક્ટ ક્લબ ચરાડવા માં પ્રેસિડેન્ટ ડો. મયુર કણજરીયા અને સેક્રેટરી જયરાજસિંહ ઝાલા, ઈંનરવિલ ક્લબમાં પ્રેસિડેન્ટ હર્ષાબેન ઝાલા, સેક્રેટરી સરોજબેન દલવાડી, આર. સી.સી.સિનિયર સિટીઝન ક્લબમાં પ્રેસિડેન્ટ બળદેવભાઈ પંચાસરા અને સેક્રેટરી ગોરધનભાઈ સુરાણી, આર. સી.સી. ક્લબ રણમલપુર માં પ્રેસિડેન્ટ મેહુલ સોની સેક્રેટરી જગદીશ પટેલ, ઇન્ટરેક્ટ કલબમાં પ્રેસિડેન્ટ જયનીલ સોલંકી અને સેક્રેટરી પાર્થ ભાનુશાલી, અરલીએક્ટ કલબ ઓફ બ્રિલિયન્ટ સ્કૂલમાં પ્રેસિડેન્ટ અર્પિત રાઠોડ અને સેક્રેટરી અનુજ મહેતાની વરણી કરવામાં આવી હતી.
આ પ્રસંગે રોટરી ક્લબમાં ૨૪ નવા સભ્યો જાડાયા થયા હતા. જે દરેકને રોટરીની પિન પહેરાવીને ગવર્નર દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું. પાસ્ટ પ્રેસિડેન્ટ ચિનુભાઈ પટેલ દ્વારા વર્ષ ૨૦૧૭/૧૮માં સફળતાથી સંપન્ન થયેલા આખા વર્ષના ૧૨૧ પ્રોજેક્ટોની વિસ્તૃત માહિતી અને હિસાબ રજૂ કર્યો હતો. આઠેય ક્લબના પ્રેસિડેન્ટ અને સેક્રેટરીએ તન મન ધનથી કરેલ સેવા બદલ પ્રોત્સાહિત કરવા માટે રોટરી એવોર્ડ આપીને સન્માનિત કરવામાં આવ્યા હતા.
તેમજ વર્ષ દરમિયાન જે લોકોએ પ્રોજેક્ટમાં આર્થિક સહયોગ અને અનુદાન આપેલ ૧૧૫ દાતાઓને સન્માનિત કરવામાં આવ્યા હતા.મિટિંગ બાદ ભોજન પ્રસાદ સૌ સાથે લીધો હતો.આ સેરેમનિમાં આજુબાજુની કલબના હોદ્દેદારો, આમંત્રિત મહેમાનો, પત્રકાર મિત્રો, શહેરની પ્રતિષ્ઠિત વ્યક્તિઓ, સેવાભાવી લોકો તેમજ રોટરી પરિવારના દરેક સભ્યો સહકુટુંબ સાથે પ્રોગ્રામમાં હાજર રહીને શોભા વધારી હતી. આ કાર્યક્રમને સફળ બનાવવામાં નરભેરામભાઈ અઘારા, ગજેન્દ્રભાઈ મોરડીયા, રાજેન્દ્રસિંહ રાણા અને મેમ્બરોએ ભારે જહેમત ઉઠાવી હતી.

- text