મોરબી જિલ્લામાં દેશીદારૂ સામે પોલીસની કાર્યવાહી

- text


મોરબી : મોરબી જિલ્લા પોલીસે દેશીદારૂ સામે કાર્યવાહી શરુ કરી છે. પોલીસે જિલ્લામાં અલગ અલગ સાત જગ્યાએ દરોડા પાડ્યા છે.

૦૧) પ્રથમ દરોડા મા મોરબી બી ડિવીઝન પોલીસે શોભેશ્વર રોડ કુબેર ટોકીઝ પાછળ થી ૨૫૦ લીટર દેશી દારૂ મળી આવતા આ દેશી દારૂ નો જથ્થો લક્ષ્મીબેન વીરાભાઇ રાશાભાઇ ઝરવરીયા જાતે કોળી ઉવ ૩૬ રહે. શોભેશવર રોડ કુબેર ટોકીઝ્ પાછળ  મોરબી-૨ વાળા નુ હોવાનુ જાણવા મળતા બી ડિવીઝન પોલીસે મહીલા આરોપી લક્ષ્મીબેન ને પકડવા ચક્રો ગતિમાન કરી  ગેરકાયદેસર પાસપરમીટ કે આધાર વગર દેશી પીવાનો દારૂ જેવૂ પ્રવાહી ભરેલ આશરે ૨૫૦ મીલીની પ્લાની  કોથળીઓ નંગ ૧૨ દારૂ લી ૩ કિ.રૂ. ૬૦ કબ્જે કર્યો હતો
૦૨) જ્યારે બીજા દરોડા મા મોરબી બી ડિવીઝન પોલીસે વીસીપરા સરકારી શાળા નજીક થી રેવીબેન ઘોઘાભાઇ કુરીયા જાતે કોળી ઉવ ૬૨ ધંધો મજૂરી રહે. વીશીપરા સરકારી સ્કુલ પાસે  મોરબી-૨ વાળા એ  ગેરકાયદેસર પાસપરમીટ કે આધાર વગર દેશી પીવાનો દારૂ જેવૂ પ્રવાહી ભરેલ આશરે ૨૫૦ મીલીની પ્લાની  કોથળીઓ નંગ ૮ દારૂ લી ૨ કિ.રૂ. ૪૦ નો રાખતા રેઇડ દરમ્યાન મળી આવતા કબ્જે કરી શોધખોળ હાથ ધરી છે
૦૩) ત્રીજા દરોડા મા મોરબી તાલુકા પોલીસે પીપળી ગામે આવેલ પાવરહાઉસ પાછળથી કંકુબેન વાલાભાઇ જખાણીયા જાતે.દે.પુ. ઉવ.૬૦ રહે.પીપળી ગામની સીમ પાવરહાઉસ પાછળ તા.જી.મોરબી મુળ રહે.ધ્રોલ જી.જામનગર  વાળા ગે.કા.પાસ પરમીટ કે આધાર વગર પોતાના કબ્‍જામાં કેફી પ્રવાહી દેશીદારૂ લીટર ૦૭ કી.રૂ.૧૪૦/- નો વેંચાણ અર્થે રાખી મળી આવતા કબ્જે કરી શોધખોળ હાથ ધરી છે

- text

૦૪) ચોથા દરોડા મા મોરબી તાલુકા પોલીસે મકનસર ગાભ સામે આવેલ પ્રાઈમ સીરામીક સામે થી પ્રેમીબેન  ગીરધરભાઇ ઉર્ફે ગીધાભાઇ જીવાભાઇ ઘામેચા જાતે.કોળી ઉવ.૪૫ ધંધો.વેપાર રહે.મકનસર વાદીપરા તા.જી.મોરબી વાળા ગે.કા.પાસ પરમીટ કે આધાર વગર પોતાના કબ્‍જામાં કેફી પ્રવાહી દેશીદારૂ લીટર ૦૪ કી.રૂ.૮૦/- નો વેંચાણ અર્થે રાખેલ મળી આવતા કબ્જે કરી શોધખોળ હાથ ધરી છે

૦૫) પાંચમા દરોડા મા મોરબી બી ડિવીઝન પોલીસે ત્રાજપર અવાડા પાસેથી યોગેશ જગમાલ અદગામા જાતે કોળી ઉવ ૨૦ ધંધો મજૂરી રહે. વીશીપરા સરકારી સ્કુલ પાસે  મોરબી-૨  ગેરકાયદેસર પાસપરમીટ કે આધાર વગર દેશી પીવાનો દારૂ જેવૂ પ્રવાહી ભરેલ આશરે ૨૫૦ મીલીની પ્લાની  કોથળીઓ નંગ ૪ દારૂ લી ૧ કિ.રૂ. ૨૦ નો રાખી રેઇડ દરમ્યાન મળી આવતા શોધખોળ હાથ ધરી છે.

૦૬) છઠ્ઠા દરોડા મા માળીયા મી.પોલીસે યુવરાજસિંહ ઉર્ફેપીન્ટુભા સુખદેવસિંહજાડેજા ઉવ ૩૭ રરહે નવાપીપળીયાતા જી –મોરબી વાાાાળઆળઆળ ગે.કા. પાસ પરમીટ વગર પોતાના કબજામા કેફી પ્રવાહીદેશી પીવાનો દારૂ લી ૦૩ કિ.રૂા. ૬૦/- નો વેચાણ કરવાના ઇરાદે ચાચવદરડા નજીક વણીયા  ગામ ના પાટીયા નજીીક થી પકડાઇ જતા ગુનો નોંધ્યો હતો

૦૭) સાતમા દરોડા મા ટંકારા પોલીસે નાથાભાઇ ચનાભાઇ પરમાર ઉવ ૬૫ રહે. છતર તા ટંકારા  વાળા ને છતર ગામ નજીક થી દારૂ જેવુ કૈફી પ્રવાહી વેચાણ કરવાના ઇરાદે પોતાના કબ્જામાં ૫લાની કોથળીઓ અંદર પ્લાસ્ટીકની થેલીમાં ૫૦૦ એમ.એલ. ની કુલ. ૩૦ નંગ કોથળીઓ લીટર આશરે ૧૫ કી.રૂ. ૩૦૦ નો સાથે રાખી મળી આવતા ટંકારા પોલીસ મથકે ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.

- text