મોરબી જિલ્લા કોંગ્રેસ અને માલધારી સમાજના આગેવાનો લાલજીભાઈ દેસાઈની મુલાકાતે

મોરબી : મોરબી જિલ્લા કોંગ્રેસ અને માલધારી સમાજના અગ્રણીઓએ અમદાવાદ ખાતે લાલજીભાઈ દેસાઈની મુલાકાત લીધી હતી. અગ્રણીઓએ માલધારી સમાજને લગતા પ્રશ્નો અને કોંગ્રેસના અનેક મુદ્દાઓ અંગે ચર્ચા વિચારણા કરી હતી.

મોરબી જિલ્લા કોગ્રેસ અને મોરબી જિલ્લા માલધારી સમાજના આગેવાનો રમેશભાઇ રબારી, મનસુખભાઇ રબારી, ધારાભાઇ રબારી, કરસનભાઇ ભરવાડ વગેરેએ ગુજરાત માલધારી સમાજના આગેવાન લાલજીભાઇ દેસાઇની અમદાવાદ ખાતે મુલાકાત લીધી હતી. તે વખતે રાજ્યના માલધારી સમાજના પ્રશ્ન અંગે તેમજ કોગ્રેસ પક્ષ ના અનેક મુદાઓ અંગે ચર્ચાઓ કરી હતી.