માળિયાના કુંભરીયા ગામે પવનચક્કી સામે વિરોધ : આત્મવિલોપનની ચીમકી

- text


પવનચક્કી અવાજ પ્રદુષણ કરતી હોવાથી તેને હટાવવા જિલ્લા કલેકટરને રજુઆત

મોરબી : માળિયાના કુંભરીયા ગામે આવેલી પવનચક્કી પ્રદુષણ ફેલાવતી હોવાની સ્થાનિકોએ ફરિયાદ ઉઠાવી છે. ત્યારે આ મુદ્દે સ્થાનિક તંત્ર દ્વારા કોઈ કાર્યવાહી થતી ન હોવાથી જાગૃત નાગરિકે કલેકટરને રજુઆત કરી જો પવનચક્કી બંધ નહિ થાય તો ગાંધીનગર ખાતે આત્મવિલોપન કરવાની ચીમકી આપી છે.

માળિયાના કુંભરીયા ગામે રહેતા રણછોડભાઈ લખમણભાઈ ઠાકોરે જિલ્લા કલેકટરને રજુઆત કરી હતી કે કુંભરીયા ગામે આવેલી પવનચક્કી ૨૪ કલાક અવાજનું પ્રદુષણ કરે છે. અવાજના પ્રદુષણથી ગ્રામજનોને હાનિ પહોંચે છે. આ પવનચક્કી હટાવવા અગાઉ અનેક વખત રજુઆત કરવામાં આવી છે. પરંતુ સ્થાનિક તંત્ર દ્વારા આ અંગે કોઇ કાર્યવાહી કરવામાં આવી નથી.

- text

રજૂઆતમાં જિલ્લા કલેકટરને તા. ૩ ઓગસ્ટ સુધીમાં કુંભરીયા ગામને પવનચક્કી મુક્ત બનાવવાની મુદત આપવામાં આવી છે. વધૂમાં જો મુદત સુધીમાં પવનચક્કી હટાવવામાં નહિ આવે તો ગાંધીનગરમાં મુખ્યમંત્રીની ઓફીસ ખાતે આત્મવિલોપન કરવાનું રજુઆતમાં જણાવાયું છે.

- text