મોરબીમાં વિદ્યાર્થીઓ માટે યોજાઈ અનોખી સ્પર્ધા : બાળકોએ બનાવ્યા કુંડા અને માળા

- text


રાધે ક્રિષ્ના સ્કૂલમાં વિદ્યાર્થીઓમા પ્રાકૃતિક ભાવના કેળવાયએ હેતુથી પક્ષીઓના માળાઓ તથા પાણીના કુંડ તૈયાર કરવાની કોમ્પીટીશન યોજાઈ

મોરબી : બાળકોમાં નાનપણથી જ પશુ પક્ષીઓ પ્રત્યે લાગણીના ગુણો કેળવાય તેવા ઉમદા હેતુથી શાળા દ્વારા બાળકો માટે અનોખી સ્પર્ધા યોજાઈ હતી જેમાં બાળકો દ્વારા પક્ષીઓના માળા અને કુંડા બનાવવામાં આવ્યા હતા.

- text

મોરબીના સરદારનગર પાસે આવેલી રાધે ક્રિષ્ના સ્કૂલમાં વિદ્યાર્થીઓમા પ્રાકૃતિક ભાવના કેળવાયએ હેતુથી પક્ષીઓના માળાઓ તથા પાણીના કુંડ તૈયાર કરવાની કોમ્પીટીશનનુ આયોજન કરવામાં આવ્યું હતું. વિદ્યાર્થીઓમાં પક્ષીઓ ના રક્ષણ અંગેની સભાનતા આવે તે માટે આ આયોજન કરવામાં આવ્યું હતું.

ચોમાસામાં પક્ષીઓ આ સલામત રહેઠાણ રુપી માળામાં વસવાટ કરી શકશે તેવી આશા સાથે વિદ્યાર્થીઓએ હોંશભેર ભાગ લીધો હતો. આશરે ૭૦ વિદ્યાર્થીઓએ માળા બનાવ્યાં હતા. શાળાના શિક્ષકગણે બાળકોને પ્રોત્સાહિત કર્યા હતા. તેમજ શાળાના પ્રિન્સિપાલ પીયુષભાઇ ચોટલીયા, આરતી રોહન તેમજ શાળાના પ્રમુખ રવિન્દ્રભાઇ ભટ્ટે વિજેતાઓને અભિનંદન પાઠવ્યા હતા.

- text