ઇટાલીમાં યોજાનાર એક્સપોના પ્રતિનિધિ મંડળમાં મોરબીના યુવાનનો સમાવેશ

- text


બિલ્ડ રેવન્યુ મેગેઝીનમાં મેનેજિંગ ડાયરેકટર નીરજ જીવાણી ઇટાલી ટ્રેડ કમિશન આયોજિત એક્સપોમાં ભાગ લેશે

મોરબી : ઇટાલી ટ્રેડ કમીશન દ્વારા ઇટાલીમાં યોજાનાર એક્સ્પો માટે વિશ્વભરના ૨૫ નામાંકિત વ્યક્તિઓનો પ્રતિનિધિમંડળમાં સમાવેશ કરવામાં આવ્યો છે જેમાં મોરબીના બીલ્ડ એવન્યુ મેગેઝીનના મેનેજીંગ ડીરેક્ટર નીરજ જીવાણીનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. જેથી નીરજ જીવાણી ઇટલીમાં યોજાનાર એક્સપોમાં ભાગ લેશે

ઇટાલિયન ટ્રેડ કમીશન દ્વારા ઈટાલીમાં યોજાનાર એક્સ્પો માટે વિશ્વમાંથી ૨૫ પ્રતિભાશાળી લોકોનું પ્રતિનિધિમંડળ બનાવવામાં આવ્યું છે. જેમાં મોરબી બીલ્ડ એવન્યુ મેગેઝીનના મેનેજીંગ ડીરેક્ટર નીરજ જીવાણીને આ પ્રતિનિધિમંડળમાં સ્થાન મળ્યું છે ત્યારે ભારતના સિરામિક ઉદ્યોગમાં મદદરૂપ થાય તેવી સંસ્થાઓ અને આધુનિક મશીનરી ઉત્પાદકોની તેઓ મુલાકાત કરશે.

- text

બંને દેશો વચ્ચે વેપાર સંબંધ વધારવા માટે નવી દિલ્હી ખાતે ઇટાલીના દુતાવાસમાં ઇટાલિયન ટ્રેડ કમીશનની ઓફીસ આવેલી છે જે ઇટલી અને ભારત વચ્ચેના દ્વિપક્ષીય વેપારને પ્રમોશન માટે કામ કરે છે ઇટાલિયન સિરામિક મશીનરી સેક્ટરને પ્રોત્સાહન આપવાની પહેલના ભાગરૂપે ઇટલી ટ્રેડ એજન્સી અને એસોસીએશન ઓફ ઇટાલિયન સિરામિક દ્વારા પ્રતિનિધિમંડળનું આયોજન કરેલ છે. ૨૫ જેટલા નામાંકિત અધિકારીઓના આ પ્રતિનિધિમંડળમાં બીલ્ડ એવન્યુ મેગેઝીનના મેનેજીંગ ડીરેક્ટરને પ્રતિનિધિમંડળમાં સ્થાન મળતા મોરબીમાં આનંદ અને ગૌરવની લાગણી ફેલાઈ છે.

- text