માળિયાના ગ્રામ્ય વિસ્તારોમાં એસટીના રૂટ બંધ કરાતા જોખમી સવારીનો આશરો લેતા મુસાફરો

- text


એસટી વિભાગના મનઘડત નિર્ણયને કારણે નોકરિયાતો, વિધાર્થીઓ તેમજ મુસાફરોને નાછૂટકે જોખમભરી સવારી કરવી પડે છે

માળીયા : માળિયા તાલુકાના ઘણાં ખરા ગ્રામ્ય વિસ્તારમાં જુના રુટ મુજબ એસટી બસો ચાલતી હતી. છેલ્લા મહિનાઓથી એસટી બસના ઘણા રુટ પર મોરબી ડેપો દ્રારા અચાનક બ્રેક મારવામાં આવી છે. જેના કારણે મુસાફરો તેમજ વિદ્યાર્થીઓને જોખમી સવારી કરવાની ફરજ પડી રહી છે.

ગ્રામ્ય વિસ્તારના એસટી બસના રૂટ બંધ કરાતા તેની અસર સીધી ગ્રામ્ય વિસ્તારમાથી મોરબી રોજગારી મેળવવા જતાં લોકો પર પડી છે અને ઘણા વિધાર્થીઓ તેમજ રોજગારી મેળવતા લોકોને ભારે તકલીફ નો સામનો કરવો પડી રહ્યો છે જેની નરી વાસ્તવિકતા પેસેન્જર વાહનોમાં લોકોને ના છુટકે જીવના જોખમે સવારી કરવાની ફરજ પડી છે.

- text

આ તસવીર આજે સોશિયલ નેટવર્ક પર ફરતી થઇ છે જેમા આવા મનઘડત નિર્ણય સામે અનેક સવાલ ઉભા કરે છે એસટી વિભાગ ને ગ્રામ્ય વિસ્તાર માથી અનેક લેખીત તથા મૌખિક રજુઆત કરાઈ છે ઘણાં એવા રુટો છે જેમાં પેસેન્જરો નો ઘસારો અને એસટીને કમાણી કરાવવા રુટો પણ બંધ કરવામાં આવેલ છે અને આવા મનઘડત નિર્ણયો સામે ના છુટકે લોકોને જીવના જોખમે આવી જોખમી સવારી કરવાની નોબત આવીને ઉભી રહે છે.

ગ્રામ્ય વિસ્તાર રુટો ફરીથી રાબેતા મુજબ ચાલુ કરવામાં આવે અને લોકોને આવી જોખમી સવારી ન કરવી પડે તેવી મોરબી એસટી વિભાગે તકેદારી રૂપે તાત્કાલિક પોતાનો મનઘડત નિર્ણય બદલવો લોકોના હિતમાં ગણાય તેવુ માળિયા તાલુકાની જનતાનુ માનવુ રહ્યુ છે.

- text