હળવદ-ધ્રાંગધ્રા રોડ પર બેહદ દારૂ ઢીંચેલા દારૂડીયાના વિડીયો વાયરલ

હળવદમાં ચાલતા દારૂના હાટડા બંધ કરાવવા હાલમાં જ ધારાસભ્યની આગેવાનીમાં જન જાગૃત વ્યસન મુકિત અભિયાન દ્વારા અપાયુ’તું આવેદન

હળવદ : હળવદ-ધ્રાંગધ્રા રોડ પર આવેલ ક્રિષ્નાપાર્ક પાસે ગત રાત્રીના ૯ વાગ્યાની આસપાસ વધુ પ્રમાણમાં દારૂ ઢીંચી જતા બે દારૂડીયા રોડ પર પડયા હોવાનું આજુબાજુના લોકોને જાણ થતાં મોટી સંખ્યામાં દોડી આવ્યા હતા અને દારૂડીયાઓને માથે પાણી નાખ્યા છતાં ભાનમાં આવ્યા નહોતા. જાકે આ બનાવને પગલે દારૂડીયાઓના વિડીયો સોશિયલ મિડીયામાં વાયરલ થયા હતા.

જાણવા મળતી વિગતો મુજબ તાજેતરમાં જનજાગૃત વ્યસન મુકિત અભિયાન દ્વારા આવેદનપત્ર આપી શહેરમાં ચાલતા દારૂના અડ્ડાઓ બંધ કરાવવા ઝુંબેશ છેડી છે ત્યારે આ બાબતની ધારાસભ્યને સાથે રાખી રજૂઆત કરવામાં આવી હતી. ભવાનીનગરમાં ચાલતા દારૂના હાટડાઓ પર દારૂડીયાઓ વધુમાં પ્રમાણમાં દારૂ ઢીંચી અવારનવાર રોડ પર નજર આવતા હોય છે અને જયાં ત્યાં પડયા પાથર્યા જાવા મળતા હોય છે. ત્યારે આવો જ એક કિસ્સો પ્રકાશમાં આવ્યો હોવાના વિડીયો સોસિયલ મિડિયામાં વાયરલ થયા હતા. જેમાં ક્રિષ્નાપાર્ક સામે ભવાનીનગરમાં ચાલતા દારૂના અડ્ડા પર દારૂ ઢીંચી બે દારૂડીયા રોડ પર પડયા હોવાનું આજુબાજુના રહીશોને ધ્યાને આવતા મોટી સંખ્યામાં લોકો એકત્ર થઈ ગયા હતા અને રહીશોએ દારૂડીયાના વિડીયો સોશિયલ મિડીયામાં વાયરલ કર્યા હતા.