હળવદના સુંદરગઢ નજીક દેશી દારૂની ભઠ્ઠી પર દરોડો : પાંચ ફરાર

પોલીસે રૂ. ૧.૪૫ લાખનો મુદામાલ જપ્ત કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી

હળવદ : હળવદના સુંદરગઢ ગામ નજીક દેશી દારૂની ભઠ્ઠી પર પોલીસે દરોડો પાડી ૨૫૦ લીટર દેશી દારૂ, ૩૫૦૦ લીટર આથો અને ૪ બાઈક મળીને કુલ રૂ. ૧.૪૫ લાખનો મુદામાલ જપ્ત કર્યો હતો. જ્યારે પાંચ આરોપીઓ નાસી જવામાં સફળ રહ્યા હતા.

પ્રાપ્ત થતી વિગત મુજબ હળવદના સુંદરગઢ ગામ નજીક બ્રહ્મણી નદીના કાંઠે આવેલ હોકળામાં ચાલતી દેશી દારૂની ભઠ્ઠી પર દરોડો પાડ્યો હતો. પોલીસે દેશી દારૂ લીટર ૨૫૦ કિંમત રૂ. ૫ હજાર, આથો લીટર ૩૫૦૦ કિંમત રૂ. ૭ હજાર, સાધનો તેમજ ૪ બાઈક મળીને ૧.૪૫ લાખનો મુદામાલ જપ્ત કર્યો હતો.

દરોડા દરમિયાન આ કામના આરોપી રમણિક કાળું કોળી, બાબુ બેચર કોળી, દેવા બાબુ કોળી, રાજેશ લાલજી કોળી અને ગણેશ બચુ ચરમાળી નાસી છૂટવામાં સફળ રહ્યા હતાં. પોલીસે ચારેય શખ્સો સામે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.