વાંકાનેરમાં સનસાઈન નામની બેંકે હાથ ઉંચા કરી દેતા ગરીબ પરીવારોની લાખોની મરણમુળી ફસાઈ

- text


બેંકે લાખોનુ કૌભાંડ આચરી દેવાળુ ફુંકી ઉડ્ડયન છુ થઈ જતા બેંકના એજન્ટો અને અરજદારો કફોડી હાલતમાં મુકાયા

વાંકાનેર : વાંકાનેર શહેરમાં છેલ્લા ચાર વર્ષથી ચાલુ થયેલી અને કહેવાતી સન સાઈન હાઈટેક મલ્ટી સ્ટેટ ક્રો.ઓપરેટીવ બેંકમાં ગરીબ પરીવારો છેલ્લા ચાર વર્ષથી પોતાની બચત અને મહેનતની જમાપુંજી હપ્તા ભરી બેંકમાં જમા કરાવતા હતા ત્યારે રૂપિયાના ગોટાળા થતા મસમોટા આંકડા ગાયબ થવાનુ જણાતા મોટુ કૌભાંડ થયુ હોય બેંન્કીગ વહીવટોમાં ગેરરીતીઓને કારણે ગરીબોના લાખોના નાણાં સલવાઈ જતા અરજદારોને માથે ઓઢીને રોવાનો વારો આવ્યો છે.

- text

જાણવા મળતી વિગત મુજબ વાંકાનેરમાં આવેલ અને છેલ્લા ચાર વર્ષથી કાર્યરત સન સાઈન હાઈટેક મલ્ટી સ્ટેટ ક્રો ઓપરેટીવ સોસાયટી બેંકમાં ગરીબ શ્રમજીવી લોકો માસિક હપ્તા ભરી બચત કરતા ત્યારે બચતની ફિક્સ ડિપોઝીટનો ટાઈમ પુર્ણ થતા અરજદારોએ જમા કરેલી પરસેવાની કમાણી પરત લેવા ગયા ત્યારે નાણાં માંગતા બેંકના જવાબદાર અધિકારીઓએ નાણાં નહી મળે તેમ કહી હાથ ઉંચા કરી દઈ નાણાં પરત આપવાને બદલે અરજદારોને જાનથી મારી નાખવાની ધમકી આપતા ખળભળાટ મચી ગયો છે અને બેંકના અધિકારીઓએ દાદાગીરી કરી જે થાય તે કરી લો પૈસા નથી આપવા તેવો ઉડાવ જવાબ આપી દેવાળુ ફુંકી ઉડ્ડયન છુ થઈ જતા એજન્ટો બચતકર્તા અને અરજદારો મુશ્કેલીમાં મુકાયા છે આ બેંકના એજન્ટોએ વાંકાનેર તાલુકાના અનેક ગામડાઓમાંથી હપ્તા ઉઘરાવી આશરે ૧ કરોડ જેટલી રકમની છેતરપિંડી કરી હોવાનુ કૌભાંડ સામે આવતા ચકચાર મચી ગઈ છે આશરે એક કરોડનુ ફુલેકુ ફેરવી બેંકે ઉંચા હાથ કરી દેતા સુડી વચ્ચે સોપારી એવા એજન્ટો ફસાઈ ગયા છે એજન્ટોના ઘરે પત્નીઓને ધમકાવી વાહન ઉપાડી જવા તેમજ ઘર ખાલી કરવાની ધમકી આપી શારીરિક માનસીક ત્રાસ આપતા એજન્ટોનો પરીવાર કંટાળી કોઈ એવુ પગલુ ભરે તો જવાબદારી કોની તેવો સવાલ ઉઠવા પામ્યો છે ત્યારે કંટાળેલા એજન્ટો અને અરજદારોનુ ટોળુ ન્યાય મેળવવા મોરબી જિલ્લા ગ્રાહક સુરક્ષા મંડળની ઓફિસે દોડી જઈને પ્રમુખશ્રી લાલજીભાઈ મહેતાને લેખીત આધાર પુરાવાઓ સાથે રજુઆત કરતા બેંકે ગ્રાહકો સાથે લાખોની છેતરપિંડી કર્યાનુ જણાતા લાખોનુ ફુલેકુ ફેરવી છનન થનાર બેંકના જે તે અધિકારીઓ સામે પ્રજાને છેતરવાનુ કૌભાંડ સામે આવતા બેંક સામે કાનુની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

- text