મોટીબરાર પ્રાથમિક શાળામાં યોજાઈ બાળ સંસદ ચૂંટણી

- text


મહામંત્રી, ઉપમહામંત્રી અને મંત્રીમંડળની રચના કરવામાં આવી

મોરબી : માળિયા(મીં.) તાલુકાના મોટીબરાર ગામની સરકારી ‘રત્નમણિ પ્રાથમિક શાળા’ માં દર વર્ષની જેમ આ વર્ષે પણ બાળ સંસદ ચૂંટણીનું આયોજન કરવામાં આવ્યું હતું.

બાળ સંસદ એટલે બાળકોની, બાળકો દ્વારા અને બાળકો માટે ચાલતી સંસદ કે જેમાં બાળકો શાળા અને વર્ગખંડના નીતિનિયમો ઘડવામાં સક્રિય ભાગ લે તેમજ શાળાના વ્યવસ્થાપનમાં, વિકાસમાં, સુધારમાં અને નિર્ણયોમાં ભાગીદાર થાય.

- text

મોટીબરારની શાળામાં યોજાયેલ બાળસંસદ ચૂંટણીમાં મહામંત્રી પદ માટે ૧૨ વિદ્યાર્થીઓએ ઉમેદવારી નોંધાવી હતી. ત્યારબાદ શાળાના ધોરણ ૩ થી ૮ ના વિદ્યાર્થીઓએ તેમજ શિક્ષકોએ ૧૦૦% મતદાન કર્યું હતું. જેમાં સૌથી વઘુ મત મેળવનાર પંડ્યા અમિતા નરેશભાઈ ને મહામંત્રી પદે નિમહુક મળી હતી. તો સાથે ડાંગર નિલમ – પ્રાર્થના મંત્રી, પંડ્યા જીગર – સફાઇ મંત્રી, ડાંગર શિવમ – વ્યવસ્થાપન મંત્રી, ચાવડા આરાધના – મધ્યાહન ભોજન મંત્રી, ડાંગર અવની – પુસ્તકાલય મંત્રી, રાઠોડ રવિ – પર્યાવરણ મંત્રી અને મકવાણા સાવન – આરોગ્ય મંત્રી તરીકે મંત્રીમંડળમાં જોડાયા હતા.

આ તકે શાળાના શિક્ષક અનિલભાઈ બદ્રકિયા એ જણાવ્યું હતું કે બાળ સંસદ વિદ્યાર્થીઓના શિક્ષણ, સ્વાસ્થ્ય અને વ્યક્તિગત વિકાસના સંદર્ભે એક મહત્વની શરૂઆત છે. જેનાથી બાળકોને શીખવા માટેનું એક વાતાવરણ તૈયાર થાય છે. બાળકોમાં નેતૃત્વ, સમુહભાવના, સમયસર નિર્ણયો લેવાની ક્ષમતા તેમજ સ્વયંશિસ્ત જેવા ગુણો વિકસાવવાની સાથે રાજનીતિશાસ્ત્ર જેવા વિષયને સમજી જીવન ઘડતરમાં પણ ઉપકારક બનાવી શકે છે.

- text