મોરબીમાં રાજા મીનરલ્સનો ૪ હજાર પાણીના પાઉંચનો જથ્થો પકડાયો : રૂ. ૫ હજારનો દંડ

- text


હવે બીજી વખત પકડાશે તો રૂ. ૧ લાખનો દંડ ફટકારાશે : પાલિકાએ પ્લાસ્ટિકના માઇક્રોન માપવાનું મશીન વસાવ્યું

મોરબી : મોરબીના વજેપરમાંથી પાલિકાની ટીમે પ્લાસ્ટિકના પાઉંચનું ઉત્પાદન કરતા રાજા મિનરલ્સનો ૪૦૦૦ પાઉંચનો જથ્થો જપ્ત કરી તેને રૂ. ૫૦૦૦નો દંડ ફટકાર્યો છે. ઉપરાંત જો હવે બીજી વખત પકડાશે તો રૂ. ૧ લાખનો દંડ વસુલવામાં આવશે તેવી પાલિકા દ્વારા રાજા મિનરલ્સને નોટિસ ફટકારવામાં આવી છે.

મોરબી નગરપાલિકા દ્વારા પ્લાસ્ટિકના પાઉંચ પર પ્રતિબંધ લાદી દિધો છે. ત્યારે કાયદાનું ઉલ્લંઘન કરીને પ્લાસ્ટિકના પાઉંચનું વેચાણ, હેરફેર કે સંગ્રહ કરનારા સામે દંડનિય કાર્યવાહી કરવામાં આવી રહી છે. જે અંતર્ગત આજ રોજ પાલિકાની ટીમે વજેપરથી રાજા મીનરલ્સનો ૪ હજાર પાણીના પાઉંચનો જથ્થો પકડી પાડ્યો હતો.

- text

પાલિકા દ્વારા ૪ હજાર પાણીના પાઉંચનો જથ્થો જપ્ત કરી રાજા મિનરલ્સને રૂ. ૫ હજારનો દંડ ફટકારવામાં આવ્યો છે. ઉપરાંત જો હવે પાણીના પાઉંચ સાથે પકડાશે તો રૂ. ૧ લાખનો દંડ ફટકારવામાં આવશે તેવી નોટિસ પણ આપવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે જ્યારથી પાણીના પાઉચ અને પ્લાસ્ટિક પર પ્રતિબંધ મુકવામાં આવ્યો ત્યારથી લઈને અત્યંત સુધીમા મોરબી પાલિકાએ ૫૦૦ કિલો જેટલો પ્રતિબંધીત પ્લાસ્ટિકનો જથ્થો જપ્ત કર્યો છે. અને રૂ. ૪૦ હજાર જેટલો દંડ વસુલ્યો છે.

મોરબી નગરપાલિકાના ચીફ ઓફિસર ગીરીશભાઈ સરૈયાએ જણાવ્યુ કે પાલિકાએ મુકેલા પ્લાસ્ટીક પ્રતિબંધની ચુસ્ત અમલવારી કરાવવા માટે ખાસ ધ્યાન રાખવામાં આવી રહ્યું છે. ઉપરાંત પાલિકા દ્વારા પ્લાસ્ટિકને માપવા માટે એક મશીન પણ વસાવવામાં આવ્યું છે. આ મશીન પ્લાસ્ટિક કેટલા માઇક્રોનનું છે. તે માપી આપે છે. આગામી દિવસોમાં મોરબી પાલિકા દ્વારા આ પ્રકારના પાંચ મશીન વસાવવામાં આવશે.

- text