ગાંધીનગરમાં ઉચ્ચ અધિકારીઓ સાથે મોરબી સીરામીક એસો.ના હોદેદારોની બેઠક

- text


બેઠકમાં મોરબી સીરામીક ઉદ્યોગના વિવિધ પ્રશ્નોની ચર્ચા કરવામાં આવી 

મોરબી : મોરબી સીરામીક એસોસિએશનના હોદ્દેદારો સાથે આજે ગાંધીનગર ખાતે ઉચ્ચ અધિકારીઓની બેઠક યોજાઇ હતી. જેમાં મોરબીના સીરામીક ઉદ્યોગોના પ્રશ્નો અંગે વિસ્તૃત ચર્ચા વિચારણા કરવામાં આવી હતી.

- text

આજે ગાંધીનગર ખાતે ગુજરાત રાજ્યનાચીફ સેક્રેટેરી જે.એન.સીંઘ સાહેબ , પ્રીન્સીપલ ચીફ સેક્રેટેરી એમ. કે.દાસ સાહેબ ,મુખ્યમંત્રી પ્રીન્સીપલ ચીફ સેક્રેટેરી બેનીવાલ સાહેબ, ઉધોગ કમીશ્નર મમતા વર્મા , પ્રીન્સીપલ સેક્રેટેરી ટુરીસમ એસ.જે .હૈદર સાહેબની સાથે મોરબી સિરામીક એશોસીએસન ના પ્રમુખો મુકેશભાઈ ઉધરેજા, નિલેશભાઈ જેતપરિયા, તેમજ હોદ્દેદારો સુખદેવભાઈ પટેલ સંગીતના અગ્રણી ઉદ્યોગકારોની મીટીંગ યોજાયેલ જેમાં મોરબી સિરામીક ઉધોગ ની પ્રશ્નો બાબતે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી. જેમાં નેચરલ ગેસના અગ્રિમેન્ટનો પ્રશ્ન તેમજ મોરબી સીરામીક ઝોનના રસ્તા અને પ્રાથમિક સુવિધા તેમજ મોરબી સીરામીક ઉદ્યોગના પ્રમોશન માટે અલગ પ્રમોશન બોડી અને કાઉન્સિલની રચના તેમજ 2015ની ઉદ્યોગનીતિ મુજબના ટેક્સ માફીના રિટર્ન આપવા બાબતે મહત્વની ચર્ચા થઈ હતી. બેઠકમાં અધિકારીઓએ સીરામીક ઉધોગમાં વિવિધ પ્રશ્નો સાંભળી તેમનો હકારાત્મક ઉકેલ લાવાની ખાતરી આપી હતી.

 

- text