નવનિર્મિત હળવદ તાલુકા પંચાયત કચેરીનું ગૃહ અને પંચાયત મંત્રીના હસ્તે લોકાર્પણ

- text


ર.૮પ કરોડના ખર્ચે નવનિર્મિત નૂતન ભવનનો ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજાના અધ્યક્ષસ્થાને કાર્યક્રમ યોજાયો

હળવદ : હળવદ તાલુકા પંચાયતની નવનિર્મિત પંચાયત કચેરીનું રૂ. ર.૮પ કરોડના ખર્ચ નિર્માણ કરવામાં આવ્યું છે ત્યારે આજરોજ રાજયના ગૃહમંત્રી પ્રદિપસિંહ જાડેજા અને પંચાયત મંત્રી જયદ્રથસિંહ પરમારના હસ્તે હળવદ તાલુકા પંચાયત કચેરીનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે પૂર્વ રાજયમંત્રી તેમજ મોરબી જિલ્લા એસપી સહિતના અધિકારીઓ અને રાજકીય આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.

હળવદ તાલુકા પંચાયત કચેરીનું આજરોજ લોકાર્પણ કરાયું હતું. જેમાં રાજયના ગૃહમંત્રી પ્રદિપસિંહ જાડેજા અને પંચાયત મંત્રી જયદ્રથસિંહ પરમારના અધ્યક્ષસ્થાને કાર્યક્રમ યોજાયો હતો. આ પ્રસંગે ગૃહમંત્રીએ જણાવ્યું હતું કે, ગુજરાતની ધરતી પર કોઈ ગૌહત્યા કરશે તો તેને આજીવન કેદ અને ૧૦ લાખનો દંટ ફટકારવાની જાગવાઈ રાજય સરકારે કરી છે તેમજ સાથે એ પણ જણાવ્યું હતું કે, રાજયમાં દારૂના દુષણને નાબુદ કરવા માટે રાજય પોલીસ કડકમાં કડક પગલા લઈ દારૂના અડ્ડાઓ બંધ કરાવવા સતત કામગીરી ચાલુ રહેશે.

વધુમાં ઉમેર્યું હતું કે, દારૂબંધી અંગે કડકમાં કડક નીતિ અખ્ત્યાર કરવાની હોઈ ત્યારે દારૂનું ઉત્પાદન કે વેચાણ તેમજ હેરાફેરી કરવા વાળાઓની સામે ૧૦ વર્ષની સજા અને પાંચ લાખ રૂપિયાનો દંડ રાજય સરકારના કાયદા દ્વારા કરવામાં આવ્યો છે. આટલું જ નહીં આ કાયદાથી અટકી નહીં ને પરંતુ સ્ટેટ મોનીટરીંગ સેલ દ્વારા સમગ્ર રાજયની અંદર ગુજરાત રાજયમાં જયારે પણ આ બદીની માહિતી મળે ત્યારે એસપી અને કમિશ્નર સતત ચાંપતી નજર રાખીને જયારે ગુજરાતમાં જયારે દારૂ પ્રવેશે અને અન્ય જગ્યાએ હોય ત્યારે તેને અટકાવવાની કામગીરી વ્યાપક પ્રમાણમાં રાજય સરકાર દ્વારા કરવામાં આવી રહી છે. આવા બુટલેગરોને પાસા તળે ધકેલીને કડક કાયદાનું ભાન કરાવાય છે.

- text

આ નિર્મિત તાલુકા પંચાયતના લોકાર્પણ પ્રસંગે પૂર્વ રાજયમંત્રી જયંતીભાઈ કવાડીયા, મોરબી જિલ્લા કલેકટર શ્રી માકડીયા, જિલ્લા વિકાસ અધિકારી શ્રી ખટાણા, મોરબી જિલ્લા એસપી જયપાલસિંહ રાઠોડ, મામલતદાર વી.કે. સોલંકી, તાલુકા વિકાસ અધિકારી એ.જી.દેસાઈ, કચ્છ જિલ્લા ભાજપ પ્રભારી બિપીનભાઈ દવે, મોરબી જિલ્લા ભાજપ પ્રમુખ રાઘવજીભાઈ ગડારા, મોરબી જિલ્લા ભાજપ ઉપ પ્રમુખ વલ્લભભાઈ પટેલ, અજયભાઈ રાવલ, પાલીકા પ્રમુખ હિનાબેન રાવલ, પૂર્વ પાલીકા પ્રમુખ રણછોડભાઈ દલવાડી, તાલુકા પંચાયત પ્રમુખ ધર્મેન્દ્રસિંહ ઝાલા, ઉપ પ્રમુખ બળદેવ સોનગ્રા, તપન દવે, ભરત કણઝરીયા તેમજ તાલુકા પંચાયતના સદસ્યો, તલાટી મંત્રી, આંગળવાડી અને આશાવર્કર બહેનો અને રોટરી કલબના સભ્યો તેમજ સામાજિક અને શૈક્ષણિક સંસ્થાના પ્રતિનિધિઓ હાજર રહ્યા હતા.

- text